________________
માંજતી, તો પછી આ બધું શું છે?’
- વિશાખા કહે : “પિતાજી, હું સૂરજ અને ચંદ્રને રોજ પૂજવું જ છું. મારાં સૂરજ અને ચંદ્ર એટલે સાસુ અને શ્વસુર. શ્વસુર સૂરજ જેવા એટલા માટે કે, એ ઘરમાં આવે કે તરત જ ઘરનું વાતાવરણ શાંત થઇ જાય એવો એમનો તાપ હોય છે. સાસુ ચંદ્રમા જેવાં એટલા માટે કે એ ખોળામાં લઈને ચંદ્ર જેવી શીતળતા આપતાં હોય છે કે, “વહુ બેટા, હું બેઠી છું, પછી તું શું કામ ગભરાય છે ?” માના વિયોગમાં મા બની હયા-ટાઢક આપનારી સાસુ ચંદ્રમાં નથી તો બીજાં શું છે ? એટલા જ માટે મારા ગૃહ -ગગનના સૂરજ અને ચંદ્ર બીજા કોઇ નહિ, પરંતુ સાસુ ને સસરા છે. કહે પિતાજીહું એ સૂરજ અને ચંદ્રને પૂજનું છું કે નહિ? સવારમાં ઊઠીને તમને અને મારાં સાસુજીને દિલના આદરથી વંદન કરું છું કે નહિ? સદ્ભાવપૂર્વકનો આદર આપું છું કે નહિ? બસ, અંતરને આદર એ જે મારે મન સાચી પૂજા છે. જેના અંતરમાં આદર ન હોય, અને મનમાં ધિક્કાર ભર્યો હોય એવાની પૂજા કરવી અને વંદન કરવાં એ તો કેવળ દેખાવ છે, પાખંડ છે. પૂજા તો અંદરથી કરવાની હોય. કહો પિતાજી, હું આવી પૂજા કરું છું કે નહિ? અને આપની તેમજ મારાં સાસુજીની આવી સાચી પૂજા મારે માટે સાચા સૂરજ અને સાચા ચંદ્રમાની પૂજા બરાબર ગણાય કે નહિ?
મૃગધરના અંતરમાં આદર ઊમટી આવ્યો.
વિશાખાએ આગળ કહ્યું: “વળી, મારાં માબાપે મને બીજી શિખામણે એ આપી હતી કે અગ્નિ સાથે અડપલાં કરીશ નહિ. આ અગ્નિ એટલે શું? મારે મન પતિ એટલે અગ્નિ. એ ઘરને ચલાવે પણ ખરા અને જલાવે પણ ખરાં. અગ્નિ વડે રસોઈ પણ કરી શકાય, ટાઢ વખતે તાપણી પણ કરી શકાય. પરંતુ જો એમાં હાથ નાખીએ તો હાથ જાલી જાય. અને એની સાથે અડપલાં કરીએ તો ઘર જલી જાય. સ્ત્રીને માટે પુરુષ પણ અગ્નિ જેવો છે. એની સાથે સ્ત્રી મર્યાદા મૂકીને બોલે, મર્યાદા મૂકીને વર્તે તો તેની અસર ખૂબ ખરાબ પડે. ઘરમાં જો છોકરાં હોય તો તેમના સંસ્કાર પણ આવું જોઈને સળગી જાય છે, અને પાંચ-દશ વર્ષ પછી પુરુષ અને સ્ત્રી વચ્ચે જે સન્માનની લાગણી રહેવી જોઈએ તે નથી રહેતી. એટલું જ નહિ પણ એકબીજાને ની સામે ધિક્કાર અને તિરસ્કાર કેળવાતે જાય છે. એટલે સ્ત્રીએ પુરુષની સાથે તો અગ્નિની જેમ જાળવીને મર્યાદાપૂર્વક કામ લેવાનું છે. મર્યાદા ભૂલી જવાય તો અગ્નિના તણખાની જેમ ઘરને જલાવી દે. કહો પિતાજી, મારા પતિની મર્યાદા અગ્નિની જેમ જાળવું છું કે નહિ?