________________
છે, પરંતુ જો મૂળમાં જોવા જઈએ તો કેન્દ્રમાં એક શકિત પડેલી છે.
લક્ષ્મીની શંકિત જાઓ, કાળીની શકિત જાઓ, સરસ્વતીની શકિત જુઓ. એક ઠેકાણે સૌમ્યતા છે, બીજે ઠેકાણે દ્ધતા છે અને ત્રીજે ઠેકાણે જ્ઞાન તેમજ વિવેક છે.
આપણે તો આ ત્રણેનું પૂજન કરવાનું છે. સરસ્વતી ન હોય તો દ્રતાને ડારે કોણ અને પ્રસન્નતાને સુપ્રસન્ન રાખે કોણ ? એટલા માટે જ જ્ઞાન નામની એક શકિત વહી રહી છે. આ ત્રણ શકિતની પૂજા દ્વારા આપણે એ ત્રણેની પાછળ રહેલી શકિતને સમજવાની છે. આ શકિતને ધીમે ધીમે તમારા જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યયન સાથે બહાર લાવવી જોઈએ.
હીરો જ્યારે ખાણમાંથી બહાર આવે છે ત્યારે તેમાં કોઈ તેજકિરણ દેખાતું નથી. માત્ર એક સામાન્ય ચકચકતો પથ્થર જ હોય છે. પરંતુ કુશળ કારીગર એને પાસા પાડે છે. પછી તો એ એવો કિંમતી બની જાય છે કે, સામાન્ય જણાતા કાળા પથરાની કિંમત પાંચ હજાર, દશ હજાર, લાખ, બે લાખ એમ વધતી જાય છે. કારણ કે એનાં કિરણો બહાર આવતાં જાય છે.
એ જ રીતે પ્રારંભમાં તો બધાય સામાન્ય કક્ષામાં જ પડેલા હોય છે. પરંતુ જેમ જેમ એની ઉપર કેળવણીના, સંસ્કારના પાસાઓ પડતા જાય છે, તેમ તેમ તેજ બહાર આવતું જાય છે.
મહાવીર ને બુદ્ધના જમાનાની એક વાત છે.
એનું નામ હતું વિશાખા. અઢી હજાર વર્ષ પહેલાં એ થઈ ગઈ. છતાં આજે આપણે એને યાદ કરીએ છીએ. એનું લગ્ન મગધથી દૂરના કોઈ દેશના મહામંત્રી મૃગધરના પુત્ર વેરે થયું અને એ શ્વસુરગૃહે આવી.
કેળવણી તો ખૂબ લઈને આવી હતી, પરંતુ કોઈ દહાડે દેખાડતી નહિ. જ્ઞાન આવડતું હોય તો સાચવી મૂકજો. અને અવસર આવે ત્યારે ઉપયોગમાં લેજો. અંધારું હોય અને સ્વીચ દાબે એટલે જે રીતે પ્રકાશ પથરાઈ જાય છે, તે રીતે તમારું જ્ઞાન પણ જરૂર પડે બહાર આવીને તિમિરમાત્રને ટાળી નાખે એવું હોવું જોઈએ. આ વિશાખાનું જ્ઞાન પણ એવું હતું.
એક દિવસની વાત છે. રાજા પ્રસેનજિતની સભામાં દૂર સેદાગર બે ઘોડી લઇને આવ્યો. અને સભા વચ્ચે કહ્યું : “આ બે ઘડીમાં એક મા છેબીજી દીકરી છે. આ સભામાં હું બન્નેને ઊભી રાખું છું. જે કોઈ એ મા-દીકરીને બરાબર ઓળખી શકશે એને બેય ઘડી આપી દઇશ. ઉપરાંત, એક હજાર સોનામહોર આપીશ.”
બધાય લોકો જોયા કરે. મા અને દીકરી એકસરખાં હતાં-રૂપમાં,