________________
18
રાગનાં પાત્રો છોડવાં એ વ્યવહારધર્મ છે. રાગનાં પાત્રોને ભૂલવાં એ નિશ્ચયધર્મ છે. (પૃ. ૧૬૨)
* સંસાર એ મ્યુઝીયમ છે. (પૃ. ૧૮૦)
* સૂક્ષ્મ બોધ વિના સૂક્ષ્મ અતિચાર પકડી શકાતા નથી. (પૃ. ૨૦૬) * દુર્બુદ્ધિ એ સંસારનો પાસપોર્ટ છે. (પૃ. ૨૫૨)
* Family = Father and Mother I Love You માતા-પિતા ! હું તમને ચાહું છું (પૃ. ૨૭૨)
* જ્ઞાનમાંથી અહંકાર નીકળી જાય છે ત્યારે પરમાત્મા ઉપર અથાગ પ્રીતિ ઉત્પન્ન થાય છે. (પૃ. ૩૦૨)
* સમ્યક્ત્વી ઉદાર આશયવાળો હોય છે. ગમે ત્યારે નિર્ણય લે, તેમાં ક્યાંય પોતાનો સ્વાર્થ ન હોય. (પૃ. ૩૨૨)
* સૌની સાથે અને સૌથી અળગા રહેવાની ધર્મકળા શીખી લેવાની છે. સોની સાથે રહેવું એટલે બધા પ્રત્યેની ફરજો અદા કરવી અને સહુથી અળગા રહેવું એટલે કોઈની અપેક્ષા રાખવી નહીં. (પૃ. ૩૩૯)
* પદાર્થદર્શન થવા છતાં પદાર્થની અસર ન થવી એ સમાધિ છે. (પૃ. ૩૯૨)
*શુભાનુબંધની શરૂઆત તત્ત્વની રુચિથી અને ૧૮ પાપસ્થાનકની અરુચિથી છે. (પૃ. ૪૦૩)
પ્રસ્તુત પુસ્તકના પ્રૂફનાં પાનાંઓ પરથી ઉપલક દૃષ્ટિ ફેરવતી વખતે તરતમાં નજરે ચઢી ગયેલા આ સેંપલો છે. બુંદીના લાડવાની પ્રત્યેક બુંદી મીઠી-મધુરી જ હોવાની. આ પ્રવચનો અંગે પણ એવું જ કહી શકાય.
જૈનનગરમાં પૂજ્ય મુનિરાજે ચોમાસા દરમ્યાન આપેલાં પ્રવચનોનું સુંદર સંકલન પ.પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની વિદૂષી સાધ્વીજી લાવણ્યશ્રીજીના શિષ્યા મયૂરકળાશ્રીજી તથા નંદિયશાશ્રીજીએ કરીને સંધ ઉપર સુંદર ઉપકાર કર્યો છે. અલબત્ત પ્રવચનોના સંકલનમાં સંભવિત (૧) ક્રમબદ્ધતાનો અભાવ (૨) કેટલીક વાતોનું પુનરાવર્તન (૩) પ્રસંગાનુપ્રસંગ કેટલીક અન્ય વાતોનું નિરૂપણ વગેરે અહીં પણ હોઈ શકે છે. પણ પ્રવચનોને મમળાવવાની એ જ મજા પણ છે. કેમ કે પ્રવચનો ઉપસ્થિત શ્રોતાગણને લક્ષ્યમાં લઈ અપાતાં હોવાથી જીવંત લાગણીભર્યાં હોય છે. શ્રોતાની રુચિ, યોગ્યતા, એમનામાં રહેલા દોષો વગેરેને નજરમાં લઈ અપાતાં આ પ્રવચનોમાં શ્રોતાઓનો રસ ટકી રહે, તેઓ પણ એકાત્મતા અનુભવે અને પોતાના દોષોને દૂર કરવાના ઉપાયો-પ્રેરણા પામે તે લક્ષ્ય પ્રવચનકારને રહેતું હોય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org