________________
16
છતાં, યોગદૃષ્ટિ સમુચ્ચયમાં રહેલાં અદ્ભુત રહસ્યોનો રત્નથાળ લોકભોગ્યતાની કોટિથી દૂર હતો. સાધક-મુમુક્ષુ-અધ્યાત્મરસિક જનતા આ ગ્રંથનાં ઊંડાં રહસ્યો પામી સાધનાના માર્ગે સ્થિર થાય, સાધનામાં શુદ્ધિ વધારે અને સાધના વર્ધમાનભાવે વધારતા જાય એવા શુભાશયથી સ્વ. પૂજ્યપાદ ન્યાયવિશારદ ગચ્છાધિપતિ શ્રી આ. દે. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ પર સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘ સમક્ષ વાચનાઓ આપી. જેના સંકલનરૂપે દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી યોગદૃષ્ટિ પરનાં વ્યાખ્યાનો ભાગ-૧ અને ભાગ-૨ એમ બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અને ત્રીજો ભાગ પ્રકાશિત કરવાની ભાવના રાખે છે.
એમાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ (ટૂંકગાળામાં જ પંન્યાસપદે આરૂઢ થશે.) શ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજે પોતાની આગવી શૈલીથી આ ગંભીર પદાર્થોને તદ્દન પ્રવાહી રૂપ આપી વ્યાખ્યાનો દ્વારા સામાન્ય પ્રજામાં વહેતા કરી ખરેખર કમાલ કરી છે. જે વર્તમાનકાળમાં શ્રાવકવર્ગમાં ધાર્મિક અધ્યયન તરફનું લક્ષ્ય અને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા સાવ જ પાણીમાં બેસી ગયેલાં દેખાય છે તે કાળમાં આવા ગંભીર ઊંડાણવાળા પદાર્થોની છણાવટ વ્યાખ્યાનોમાં કરવા દ્વારા પૂજ્ય મુનિરાજે પોતાની એક આગવી શૈલીના વક્તા તરીકે વિશિષ્ટ છાપ ઊભી કરી છે અને તત્ત્વાજિજ્ઞાસુવર્ગમાં ચાહના પ્રાપ્ત કરી છે.
પૂજ્ય મુનિરાજશ્રીએ તૈયાયિક, વૈશેષિક, બૌદ્ધ, વેદાંત વગેરે જૈનેતર દર્શનોનો તથા પાતંજલ યોગદર્શન વગેરે યોગસંબંધી ગણાતા ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. તટસ્થ હંસ દૃષ્ટિથી અન્ય દર્શનોનો અભ્યાસ કરનાર જ જૈનદર્શનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવી શકે અને અન્ય દર્શનોમાં રહેલી અધુરાશ, અજ્ઞાનજન્ય ભૂલો, અને મોહમૂલક ઉપરછલ્લાપણું જોયા પછી તમેવ સચ્ચ નીસંકં જં જિણેહીં પવેઇયં' (તે જ સત્ય છે અને શંકારહિત છે, જે જિનેશ્વરોએ પ્રરૂપ્યું છે.) આવો નાભિથી નીકળતો રણકાર ખાલી ઘડાનો બોદો નહીં, પણ સુવર્ણ સિક્કાનો નક્કર જ હોવાનો. પૂજ્ય મુનિરાજનાં પ્રવચનોમાં ગુંજતો આ મધુર-નક્કર રણકાર તમને ઠેર ઠેર અનુભવવા મળશે. પૂજ્ય વિદ્વાન મુનિરાજે જૈનદર્શનના સ્યાદ્વાદ-અનેકાંત દૃષ્ટિના અકાટ્ય સિદ્ધાંતો, સાત નય-સમભંગી અને પ્રમાણવાક્યો, વ્યવહાર-નિશ્ચયના સૂક્ષ્મ ભેદો, ઉત્સર્ગ-અપવાદની ઉચિત ભૂમિકાઓ, જ્ઞાનનય-ક્રિયાનયના ઉપયુક્ત સ્થાનો વગેરેનો માત્ર બારીકાઈથી અભ્યાસ જ નહીં, બલ્કે પોતાની સૂક્ષ્મક્ષિકાથી એ બધાનું પૃથક્કરણ અને વિશ્લેષણ પણ કર્યું છે.
આમ ધર્મતત્ત્વ-યોગતત્ત્વ રૂપી મશીનના એક-એક ઝીણામાં ઝીણા સ્પેરપાર્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી યોગતત્ત્વનું નિર્માણ શી રીતે થાય ? યોગ માર્ગે ખેડાણ કેવી રીતે કરી શકાય ? એ બાબતમાં સારી હથોટી પ્રાપ્ત કરી છે. અલબત્ત યોગગ્રંથપર પ્રવચનો સહેજે નિશ્ચય તરફ ઢળેલાં હોય,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org