________________
શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખરસૂરિભ્યો નમઃ યોગ-ઝરૂખેથી..
શુક્રવારે પિતાજીએ પુત્રને પૂછ્યું – બેટા ! આજે શાળાએ જવું નથી ? પુત્રે કહ્યું – ના, પિતાજી ! પિતાજીએ કડકાઈથી પૂછ્યું - કેમ ? પુત્રે કહ્યું - પિતાજી અમારા શિક્ષકનું મગજ ઠેકાણે નથી. પિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું - શું વાત છે ? તને કેવી રીતે ખબર પડી ? પુત્રે કહ્યું - જુઓ પિતાજી ! શિક્ષકે સોમવારે કહ્યું – ૩ + ૧ = ૪. મંગળવારે કહ્યું ૨ x 2 = 4. બુધવારે કહ્યું પ-૧ = ૪. ગઈકાલે કહ્યું ૮ + ર = ૪. હવે પિતાજી તમે જ કહો, આ શિક્ષકનું મગજ જરાય ઠેકાણે લાગે છે ? પિતાજી હસી પડ્યા.
વાત એવી જ છે. મોક્ષ = મોહક્ષય અને મોતક્ષય. મોહ સર્વ દોષોનું મૂળ છે. અને મોત-વિનાશ-ક્ષય સર્વ દુઃખોનું ! આ મોક્ષ એકરૂપ છે અને તે માટે માર્ગ છે મોહ ક્ષયરૂપ મોક્ષ માટેનો રાગ અને મોત ક્ષયરૂપ મોક્ષ માટેની પ્રબળ ઇચ્છા. મોક્ષરૂપ લક્ષ્ય, સાધ્ય એક છે, ચોક્કસ છે. માનો ને કે “જની જેમ મોક્ષ નામનો જવાબ એ જ છે. માત્ર તેને પામવાના બતાવેલા રસ્તાઓ અલગ-અલગ છે. અલબત્ત આ ભિન્નતા પણ શુદ્ધ નયની અપેક્ષાએ નથી, પરંતુ અશુદ્ધ નયની અપેક્ષાએ છે એમાં સાધનાના સરવાળાની, ગુણોના ગુણાકારની, સાધનોની બાદબાકીની અને દોષોના ભાગાકારની વાતો વિવિધરૂપે રજૂ થાય છે. એ બધાનો સાર છે રાગ-દ્વેષને ઘસારો, સમતામાં વધારો. તેથી પેલા બાળકની જેમ આ વિવિધતાને ભુલભુલામણી સમજી ભરમાઈ જવાની જરૂર નથી.
હકીકતમાં જોવા જઈએ, તો આગમ + ગુરુપરંપરા + સ્વાનુપ્રેક્ષાના આધારે મહાપુરુષો તે-તે વ્યક્તિની યોગ્યતા, રુચિ, પૂર્વ પ્રાપ્ત વિદ્યા વગેરે લક્ષ્યમાં લઈ એકની એક વાત અલગ-અલગ ઢંગથી રજૂ કરતાં હોય છે. જેમ કે પ્રભુ મહાવીર સ્વામીએ ગૌતમ આદિ ગણધરોને બ્રાહ્મણ અવસ્થામાં જે વેદનાં વચનોથી શંકા ઉદ્દભવેલી તે જ વેદનાં વચનોનો યથાર્થ બતાવી એ શંકા દૂર કરી.
જંગલમાં ધર્મ માંગતા ચિલાતીપુત્રને તેની અવસ્થા વગેરેને જોઈ મુનિરાજે આપેલો ઉપશમ, વિવેક અને સંવરરૂપ ધર્મ અને મનક માટે દશવૈકાલિક રચતાં શયંભવસૂરિએ બતાવેલા અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ વચ્ચે કોઈ તાત્ત્વિક ભેદ નથી, કેમકે એ બંને તત્ત્વાર્થ સૂત્રકારે બતાવેલા મોક્ષમાર્ગ રૂપ
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્રના પરિણામ-ફળરૂપ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org