________________
અવતરણકારશ્રીનું નમ્ર નિવેદન
વિ. સં. ૨૦૫૨ના ચાતુર્માસમાં ૫. પૂ. મુક્તિદર્શનવિજયજી મહારાજ સાહેબના યોગષ્ટિ સમુચ્ચય ઉપરના અધ્યાત્મસભર વ્યાખ્યાનશ્રવણનો સુયોગ પ્રાપ્ત થયો. મારા સ્વાધ્યાય માટે તેની નોંધ કરી, તે દરમ્યાન ઘણાબધા શ્રોતાજનો તરફથી નોટની માંગણી આવતી રહી. તેઓની વિશેષ માંગણીને અનુલક્ષીને અને અનેક આત્માઓને એનો લાભ મળે, એ દૃષ્ટિએ નોટો ફેર કરાઈ. ત્યાં સુધી પુસ્તક રૂપે પ્રકાશન કરવાનું કોઈ જ લક્ષ્ય ન હતું. પરંતુ શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર સંઘના આગેવાનોએ આ વ્યાખ્યાનો પુસ્તકારૂઢ બને તેવી ઇચ્છા વ્યક્ત કરતાં આ પુસ્તકનું સંપાદન થયું છે. તેથી આ લખાણમાં કોઈ અસંગતિ હોય, ત્રુટિ રહી હોય, પુનરાવર્તન થયું હોય વગેરે જે અયુક્ત હોય તો તે મારી ક્ષતિ છે. તેને વાચકવર્ગ ક્ષમ્ય ગણે.
પ્રાંતે પ્રવચનકારના આશયને પૂર્ણ ન્યાય ન આપી શકાયો હોય અને જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તેનું અંતઃકરણથી મિચ્છામિ દુક્કડં માંગુ છું.
વાચકવર્ગ આ પુસ્તકના વાંચનથી આત્મકલ્યાણ સાધે અને આ પુસ્તક પ્રકાશનના આશયને સાર્થક કરે એ જ અંતરની એકની એક અભિલાષા...
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org