________________
15
આ જ રીતે યોગમાર્ગોની વિવિધ વિચારણાઓ પણ આ રત્નત્રયીને કેન્દ્રમાં રાખીને જ થયેલી છે, માટે જ સમ્યગુરૂપ પણ છે.
સૂરિપુરંદર યોગાચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગમાર્ગે આપણને વિપુલ સાહિત્યનું નજરાણું ધર્યું છે. એમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગ, ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા, સિદ્ધિરૂપે ચાર પગથિયાં, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગરૂપે વિચારણા, સ્થાન, સૂત્ર, અર્થ, આલંબન, નિરાલંબન રૂપે અનુપ્રેક્ષા, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ નામના પાંચ યોગાશય, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય ઈત્યાદિ રૂપે અનુશીલન વગેરે ઘણાં ઘણાં યોગવિષયક ચિંતનો તેઓશ્રીએ રજૂ કર્યા છે.
પ્રસ્તુત યોગદૃષ્ટિના આઠ ક્રમિક આત્મવિકાસક ભેદો ચૌદ ગુણસ્થાનકને જ અલગ દૃષ્ટિથી રજૂ કરવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. ભિન્ન ભિન્ન દેષ્ટિમાં રહેલા જીવોનું સ્વરૂપ, પ્રગટતો ગુણ અને દૂર થતા દોષોનું અદભુત આકલન આ દૃષ્ટિઓમાં થયું છે.
“યોગ” શબ્દનો પ્રયોગ પણ વિવિધરૂપે થાય છે. “યોગ'નો અર્થ પ્રાપ્તિ પણ થાય છે. મૂળ “યુજ' ધાતુ પરથી બનેલા આ શબ્દને જ્યોતિષીઓ સંભાવના અર્થે પણ વાપરે છે. “નાથ” શબ્દની વ્યાખ્યામાં યોગ-ક્ષેમનું વહન કરે તે નાથ. અહીં “યોગ' શબ્દની વ્યાખ્યા છે અપ્રાપ્તની પ્રાપ્તિ. જ્યોતિષીઓ ધનપ્રાપ્તિનો યોગ છે” એમ કહે ત્યાં યોગ શબ્દ સંભાવના અર્થે છે. વૈદ્યો “યોગ' ને પ્રયોગ અર્થમાં વાપરે છે. જેમકે “સ્વર્ણકલ્પનો યોગ” સ્વાથ્ય માટે સારો છે. ત્યાં યોગ = પ્રયોગ સમજવાનું. વૈયાકરણો “યોગ”નો અર્થ વ્યુત્પત્તિ કરે છે. અથવા ધાતુ કે નામને પ્રત્યય લાગવાની પ્રક્રિયા એ યોગ અને તેથી નિષ્પન્ન થતો શબ્દ યૌગિક શબ્દ જેમકે દીપક. કાર્મગ્રન્થિકો “યોગને કર્મબંધનું તેર ગુણસ્થાનક વ્યાપી કારણ માને છે. એમના મતે જ્યાં સુધી યોગ ચાલુ છે, ત્યાં સુધી મોક્ષ નથી. એમના મતે યોગ એટલે મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. તેથી તેમના મતે યોગનિરોધ થયા પછી જ મોક્ષ છે.
જ્યારે યોગમાર્ગના વિચારકો યોગનો અર્થ કરે છે, યોગ = મહાનંદરૂપ મોક્ષ સાથે જોડી આપે તેવી તમામ શુભવ્યાપાર. આમ “યોગ” શબ્દ અનેક ભિન્ન અર્થોમાં વપરાય છે. પ્રસ્તુતમાં અંતિમ અર્થ સાથે સંબંધ છે. '
યોગદષ્ટિ સમુચ્ચય' સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીનો જૈન શ્રુતજ્ઞાનને સમૃદ્ધ બનાવતો અનન્ય ગ્રંથ છે. એ જ કપાળ મહાત્માએ એનાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવા એ જ ગ્રંથ પર ટીકા પણ રચી છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આ ગ્રંથના પદાર્થો ગુજરાતીમાં “આઠ યોગદૃષ્ટિની સઝાય” રૂપે ગૂંથીને સંસ્કૃત નહીં જાણનારા પણ આ અદ્ભુત પદાર્થોનો લાભ ઉઠાવી શકે તે માટે સ્તુત્ય પ્રયાસ કર્યો છે. '
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org