________________
17
તે સમજી શકાય છે પણ એ પ્રવચનોમાં પણ વ્યવહારનયનો સહેજે અપલાપ ન થાય, એની સભાન તકેદારી પૂજ્ય મુનિશ્રીએ રાખી છે એ પણ આ પ્રવચનોના સંકલન પર દૃષ્ટિ ફેરવતાં સહેજે અનુભવી શકાય છે. ખરેખર જોવા જઈએ, તો કષ્ટ-પીડા વિના મફતિયા ધર્મી બની જવા, અને વ્યવહારધર્મીઓ પર તીરસ્કાર વરસાવવા જડતાથી નિશ્ચય તરફ ઢળી પડેલા નિશ્ચય દુર્નયવાદીઓને મુનિશ્રીનાં આ પ્રવચનો પડકાર સમાન છે. હીરાના મુગટની કે નેકલેસની વાતો કરવી સહેલી છે, પણ ધોતિયા-કફની વિના એ મુગટ કે નેકલેસ શોભતા નથી. એવો પડકાર વ્યવહાર ધર્મ અને ક્રિયાને વગોવતાં નિશ્ચયવાદીઓ તરફ તેઓશ્રીએ ફેંક્યો છે. તો સામે પક્ષે માત્ર વ્યવહારધર્મ-ક્રિયા આદરી લેવા માત્રથી ધર્મ કર્યાનો મિથ્યા સંતોષ માનતા અને “હું ધાર્મિક છું તેવો ભ્રાન્ત અહં રાખતા માત્ર વ્યવહારવાદીઓને પણ “પાઉડર વિનાની કેસુલ જેમ વ્યર્થ છે તેમ ભાવ વિનાની અને નિશ્ચય તરફ નહીં લઈ જનારી વ્યવહાર ક્રિયાઓ પણ આત્મકલ્યાણની અપેક્ષાએ વ્યર્થ છે એવી ચીમકી આપી છે.
ભારેખમ પદાર્થોને હળવાંકૂલ બનાવી પીરસવામાં પૂજ્ય મુનિરાજશ્રી સારી સફળતા પામ્યા છે તે તેમનાં વ્યાખ્યાનોમાં ઊમટતી સંખ્યાને જોઈ અને આ સંકલનમાં અઢળક આપેલાં દષ્ટાંતોના આધારે નિશ્ચિત કરી શકાય છે.
આ વિષય પર પૂજ્ય મુનિરાજશ્રીએ સારું ચિંતન કર્યું છે. અને આ તેમનો પ્રિયતમ વિષય છે, એ એમનાં પ્રવચનોના સંકલનરૂપ આ પુસ્તક પર પ્રથમ દૃષ્ટિ ફેરવવામાં મેં અનુભવ્યું. કેવાં મજાનાં હૃદયમાં કોતરી લેવા જેવાં અને જીવનમાં અપનાવી લેવા જેવાં મૌક્તિકો એમણે છૂટે હાથે વેર્યા છે !!! - અધ્યાત્મ પ્રેમસ્વરૂપ છે. ન્યાયસ્વરૂપ નથી. (પૃ. ૧૦) * બીજા મને દુઃખ આપે એ નાસ્તિકની માન્યતા છે, મારા કર્મો મને દુઃખ આપે છે એ આસ્તિકની માન્યતા છે, અને મારા દોષો મને દુઃખ
આપે છે એ ધર્મીની માન્યતા છે. (પૃ. ૧૩) કડ વ્યવહારથી આપણી સામાચારી સાચી છે, એવું માનીએ તો આપણી
સામાચારી પ્રત્યે આપણી વફાદારી અને સમર્પણ ટકી શકે છે. અને નિશ્ચયથી બીજાની સામાચારી ખોટી નથી એવું માનવાથી એના પ્રત્યે
ઉદારતા ટકી શકે છે. (પૃ. ૪૫) * સુકૃત કરવું એ વ્યવહારધર્મ છે, અને મૂછ ઉતારવી એ નૈઋયિક ધર્મ
છે. (પૃ. ૮૧) * સાધકે પુલ પ્રત્યે ઉદાસીન ભાવ, કષાયો પ્રત્યે ઉપશમભાવ, વિષયો પ્રત્યે અનાસક્તભાવ, જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ
કરવાનો છે. (પૃ. ૧૧૪) Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org