________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૩
મંગાવાવનારાઓને અમારે ખુલ્લો જવાબ એ જ છે કે પ્રજની નીતિને બગાડે, શૃંગાર કે વિકારી વાસનાઓને પ્રદિસ કરે એવાં વાક્ય તેમજ ચિત્રવાળી મુબારકબાદીનાં કાર્ડ– કકતરીઓ રૂમાલે વિગેરે
અમારે ત્યાં નહીં મળી શકે.
તેને બદલે? નૂતન વર્ષે સ્નેહીઓના સ્નેહરસ પવિત્ર ભાગિરથીગંગાના પ્રવાહની જેમ કલકલ નાદ કરતાં વહી નીકળે, ગૃહ ગૃહે સુગંધી ધુપ-દીપની માફક શુદ્ધ સાત્વિક્તાની સૈરભ મઘમઘે, જ્યાં જ્યાં મુબારકબાદીનાં કાર્ડ-કંકેતરી જાય ત્યાં ત્યાં નેહી આત્માઓની શુચિતા–પવિત્રતા–રમ્યતા અને ઉલ્લાસની મધુરતા સર્વત્ર પ્રસરી જાય એવી જાતનાં રસપરિપૂર્ણ–વિવેક મર્યાદાયુક્ત અને ઉચ્ચ ભાવનાઓથી છલોછલ મુબારકબાદીનાં કાર્ડ—કકતરીઓ જ અમારે ત્યાં મળી શકશે. અમે એક વાર ફરીથી કહીએ છીએ કે અમારા કાર્ડ—કંકોતરીઓમાં નથી આડંબર, નથી પ્રકટ શૃંગાર, કે નથી અવિવેક. શુદ્ધ આર્યભાવના, પવિત્ર હૃદયવિશુદ્ધિ અને આત્મભાવને પ્રચાર કરે તેમજ લખનારના ઉચ્ચ હેતુને બર આવે એજ અમારો પ્રધાન ઉદેશ છે.
અમારા આ જાહેર ઢંઢેરાને અનુભવ લેવો હોય તો એક વાર અમારાં કાડૅ વિગેરે જેઈ અથવા મંગાવી ખાત્રી કરે.
For Private And Personal