________________
બીડાયા વદનાજ્જ વાદી જનને શ્રી હેમચંદ્ર કું, સર્વે વાસ્મય વકત્રપદ્મ વિકસ્યા વાગવૅમમાં તે ઉગે.
(સધરા) પામી સદ્દબોધ જેને કૃપકુલતિલકે ભૂપ કુમારપાલે આખા રાખું અમારિ પટહતણું કરી ઘોષણાઓ કૃપાળે; લાખ મુંગા ને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી!
આવા વીતરાગદેવના આવા અનન્ય ભક્ત–વીતરાગ શાસનના મહાપ્રભાવક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વીતરાગસ્તવની રચના કરી જે ભક્તિ સુધારાસચંદ્રિકા વર્ષાવી છે, તેના કણ કણ ઝીલી પત્ર તત્ર વેરતી “કિરતભક્તિરસચંદ્રિકા ટીકા નામનું જે આ વિવેચન આ લેખક–વિવેચકે આલેખ્યું છે,ભક્તિસુધાસિંધુમાં વિવેચનની ડૂબકી મારી ચિંતારને શોધવાને જે યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, તે અચિંત્યચિંતામણિ વીતરાગદેવની ભક્તિમાં આત્માથી મુમુક્ષને પ્રેરવા નિમિત્તભૂત થાઓ એ જ અભ્યર્થના! . ૫, પાટી રોડ,
મુંબઈ છે. કાર્તિકી પૂર્ણિમા, ૨૦૨૨ ડો, ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ.બી.બી.એસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org