________________
ઉપદેશમાલા (પુષ્પમાલા) જિનદાસનું દૃષ્ટાંત
ચંપા નામની શ્રેષ્ઠ નગરીમાં જિનદાસ નામનો શ્રાવક હતો. તેણે ઘણા બહુશ્રુત સાધુઓના મુખથી જિનવચનના પરમાર્થને જાણ્યો હતો. તે આઠમ-ચૌદશ વગેરે પર્વદિવસોમાં શૂન્યઘર વગેરે સ્થાનોમાં હંમેશાં પૌષધ પ્રતિમાનો સ્વીકાર કરે છે. એકવાર તે કૃષ્ણ ચતુર્દશીના દિવસે પોતાના ઘરની નજીક શૂન્યઘરમાં પ્રતિમાનો સ્વીકાર કરે છે. તેની દુરાચારિણી પત્ની પરપુરુષની સાથે કોઇપણ રીતે (જ્યાં તે કાયોત્સર્ગમાં છે) ત્યાં જ ગઇ. અંધારામાં પત્નીએ પતિને જાણ્યો નહિ અને ત્યાં ખાટલો નાખ્યો. તેના ચાર પાયાઓમાં સ્થિરતા માટે લોઢાના તીક્ષ્ણ ખીલા બાંધેલા છે. તેમાંથી એક ખીલો કોઇપણ રીતે જિનદાસના પગ ઉપર આવ્યો. તે ખીલો તેના પગને ભેદીને પૃથ્વીમાં પેસી ગયો. લોહીનો પ્રવાહ છૂટ્યો. વેદના વધી. વ્યભિચારી પુરુષથી ભોગવાતી પોતાની પત્નીને જુએ છે. તો પણ તેનું મન ચલિત થતું નથી. તે વિચારે છે કે, હે જીવ! અનંત ભવસાગરમાં ભમતા તેં અનંત પત્નીઓ મૂકી છે. આને પણ એ અનંત પત્નીઓમાં ગણ. પણ વિષાદ ન કર. શાસ્ત્રમાં પણ આવી નારીઓ શું તેં સાંભળી નથી? આવી નારીઓ ઉપકારથી ગ્રહણ કરી શકાતી નથી, મોટા પુરુષને પણ છોડી દે છે, નીચ પુરુષોની પાસે પણ જાય છે. તેથી આવી સ્ત્રીઓ મોટા પુરુષોને હર્ષ-વિષાદ કરનારી થતી નથી.
જિનદાસનું દૃષ્ટાંત]
[ચરણશુદ્ધિ દ્વાર-૩૯૭
આ કંઇક વેદના પણ નરકની અપેક્ષાએ તારે દુ:સહ નથી. માટે એક ક્ષણ સ્થિર મનવાળો થઇને આ વેદનાને સહન કર. પણ જો હે જીવ! તું વાનરના બચ્ચાની જેમ મનને છૂટો મૂકે છે તો મન અતિપરિચિત કુવિકલ્પરૂપ વનમાં જલદી પ્રવેશ કરીને તે કોઇપણ અપરાધો કરશે કે જે અપરાધોથી તું જ ક્રોડો અનર્થોને પામીશ. લોકમાં પણ બધેય દાસના અપરાધથી સ્વામીનો દંડ (=સ્વામીને દંડ થાય એમ) પ્રસિદ્ધ છે. વળી બીજું– છૂટું મૂકેલું મનરૂપ વાનર બચ્ચું પોતાના સ્વામીઓને પણ ખેંચીને પ્રારંભમાં મધુર અને પરિણામે વિષસમાન ફળવાળા શબ્દ-રૂપ વગેરે વૃક્ષોમાં લઇ જાય છે. ત્યાં આવેલા સ્વામીઓ પણ અતિશય અનુરાગને આધીન થઇને તે વૃક્ષોનાં કેટલાંક ફળો ખાય છે. તેથી તેમને પાપરૂપ વિષનો વેગ પ્રસરે છે. તેથી તેઓ વ્યાકુલ શરીરવાળાની જેમ દુઃસહવેદનાવાળા નરકરૂપ ખાડાઓમાં પડે છે. ત્યારબાદ કોઇપણ રીતે તિર્યંચ-મનુષ્યપણાને પામેલા તેમની શબ્દાદિ વૃક્ષફળોના સ્વાદ માટે ખેંચ-તાણ કરતું મનરૂપ વાનર બાળક કોઇ સમયે અટકતું નથી. આ પ્રમાણે અવસર પામીને મનરૂપ વાનર બાળકથી ભોળવાતા કેટલાકો (પૂર્વે જે કર્યું હતું) તે જ કરે છે, અને તેથી તે જ દુઃખોને પામે છે. આ પ્રમાણે કાર્યના પરમાર્થને નહિ જાણનારા કેટલાક જીવો છૂટા મૂકેલા મનરૂપ વાનર બાળક વડે ફરી ફરી દુઃખના આવર્તમાં ફેંકાય છે. ૫રમાર્થને જાણનારા બીજા જીવો ત્યાં જતા