________________
૩૯૬-ચરણશુદ્ધિ દ્વાર ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મનોગુપ્તિમાં તીર્થકરો કેવલજ્ઞાનથી યુક્ત હોવાથી સર્વ માનસિક વિકલ્પોથી રહિત છે. આથી તેમનો મનોવર્ગણાદ્રવ્યોની સહાયથી થનાર વિકલ્પરૂપ મનનો પ્રસર(=પ્રવૃત્તિ) સમાપ્ત થઈ ગયો છે, અર્થાત્ તીર્થકરોને વિકલ્પરૂપ મન હોતું નથી. [૧૯૧]
ભારેકર્મી જીવોને મનોગુક્તિ કરવી અશક્ય છે. હ્યું છે કેअवि जलहीवि निरुज्झइ, पवणोऽवि खलिजए उवाएणं । मन्ने न निम्मओच्चिय, कोऽवि उवाओ मणनिरोहे ॥ १९२॥
સંભવ છે કે સમુદ્રનો પણ વિરોધ કરી શકાય, પવનને પણ ઉપાયથી અટકાવી શકાય. પણ મનનો વિરોધ કરવા માટે કોઇપણ ઉપાયનું નિર્માણ કર્યું નથી એમ હું માનું છું.
વિશેષાર્થ- આ પણ સંભવિત છે કે કોઇપણ વિદ્યાધર વગેરે પર્વત વગેરે ફેંકીને સમુદ્રનો પણ વિરોધ કરે, વચ્ચે સાદડી(=ચટાઈ) મૂકવી, ભીંત કરવી વગેરે ઉપાયથી તીવ્રવેગથી પ્રવૃત્ત થયેલો પણ પવન અટકાવી શકાય છે, પણ મનરૂપ અશ્વનો નિરોધ કરવા માટે તીર્થકર રચિત સૂત્રોનું અધ્યયન અને ચિંતન આદિરૂપ લગામથી નિયમન કરવું વગેરે પરમ ઉપાયનું તીર્થકરોએ નિર્માણ કર્યું હોવા છતાં હું માનું છું કે કોઇપણ ઉપાયનું નિર્માણ કર્યું જ નથી. કારણ કે અજ્ઞાન હોવાના કારણે કે અયોગ્ય હોવાના કારણે અમારા જેવા ઘણાઓ તે ઉપાયથી બહાર રહેલા છે. [૧૯૨]
આ શાથી છે તે કહે છેचिंतइ अचिंतणिजं, वच्चइ दूरं विलंघइ गुरुंपि । गरुयाणवि जेण मणो, भमइ दुरायारमहिल व्व ॥ १९३॥
કારણ કે મોટાઓનું પણ મન દુરાચારિણી સ્ત્રીની જેમ (બ) ભટકે છે, ન ચિંતવવા જેવું ચિંતવે છે, દૂર જાય છે, મોટાનું પણ ઉલ્લંઘન કરે છે. [૧૯૩]
હવે જિનવચન એ જ મહાવિદ્યા છે. એ મહાવિદ્યાની સહાયવાળા કોઇક ગૃહસ્થો પણ વિષની જેમ મનનો વિરોધ કરે જ છે એમ બતાવે છે–
जिणवयणमहाविजासहाइणो अहव केइ सप्पुरिसा । रुंभंति तंपि विसमिव, पडिमापडिवन्नसड्डो व्व ॥ १९४॥
અથવા જિનવચનરૂપ મહાવિદ્યાની સહાયવાળા કોઈક સપુરુષો વિષની જેમ મનનો પણ પ્રતિમાને સ્વીકારનારા શ્રાવકની જેમ નિરોધ કરે છે.
વિશેષાર્થ- કથાનક કહેવાય છે–