________________
સાગ ૨
૧૨ પ્રકારના સમ્યક્ત્વની ઉત્પત્તિ લઈ લઈએ તે ચોથી પાંચમી શ્રેણિ વ્યર્થ થાય. કદાચ ચોથી પાંચમી શ્રેણીમાં કેવલ ક્ષાયિક સમ્યફવનીજ ઉત્પત્તિ લેવી હોય અને અહીં આદ્ય શ્રેણિમાં બાકીના પથમિક અને ક્ષાપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ લેવી હોય તે પ્રથમ તો તેવા અક્ષર જોઈએ તેમજ અનંતાનુબંધીના ઉપશમને ચોથી શ્રેણિમાં લેવા માટે વિયોજક શબ્દ વાપર્યો છે તે અઘટતું થાય અને ઉપશમ જે ત્યાં ચોથી શ્રેણિમાં લેવામાં આવે તે પછી અનન્તાનુબ ધીની ત્રણે અવસ્થા ત્યાં ચોથી શ્રેણિમાં લેવી પડે, અને જે તેમ હોય તો પછી ત્રણ પ્રકારના સમ્યકત્વ પામનારા ત્યાં ચોથી શ્રેણિમાં જ ગણાય. વળી ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજ વિગેરેએ “લમ્ફવર' પદની વ્યાખ્યા ધર્મ જાણવાની ઈચ્છા, સાંભળવા જવું, સાંભળવું, ધર્મ અંગીકાર કરે બાહ્ય પ્રવૃત્તિ જ પહેલી એણિમાં જણાવી અને તે સ્થિતિ સમ્યક્ત્વને ઉત્પન્ન કરનાર ગણું “yતેના સમ્પત્તિસ્થાતા' એમ માત્ર ગૌણાર્થથી ચરિતાર્થપણું જણાવ્યું ને તેથી પહેલી ને ચોથી-પાંચમી શ્રેણિમાં વિરોધ રહેતો નથી. છતાં જો બીજા તેવા ભેદ દેખાડનાર સ્પષ્ટ અક્ષરો શાસ્ત્રોમાં નીકળે તો શાસ્ત્રાનુસારીઓને માનવામાં અડચણ નથી.
પ્રશ્ન ૭૬૮-અનાદિ મિથ્યાત્વી જીવ સમ્યફ પામે તે પણ સાધુ કરતાં અસંખ્યગુણ નિજેરાવાળો છે એમ માનવું વ્યાજબી છે ?
સમાધાન-સભાષ્ય તત્વાર્થ સૂત્રની ટીકામાં
'अनन्तः ससारस्तदनुबन्धिनाऽनन्ताः क्रोधादयस्तान् वियोजयतिक्षपयति उपशमयति वा अनतवियोजकः' ' અર્થાત અનંત એવો જે સંસાર તેને અનુબંધ કરાવનારા તે અનંત એવા જે ક્રોધાદિ એટલે અનંતાનુબંધી ક્રોધાદિ તેને વિયાગ કરે એટલે ક્ષય કરે કે ઉપશમ કરે તે ચોથી શ્રેણિવાળા ગણ્ય અર્થાત સર્વવિરતિવાળા જે ત્રીજી નિર્જરા શ્રેણિવાળા છે તેના કરતાં અસંખ્યગુણ નિર્જરા કરવાવાળા છે. આ વચનને માનવાવાળો મનુષ્ય તો પથમિક કે ક્ષાપશમિક સભ્યતવ પામતી વખતે સાધુ