________________
૧૬૪.
સાગર પ્રશ્ન ૧૦૪૬-જે જે દેવતાઓ ભવનપતિ વિગેરે પિતાના અવધિક્ષેત્રની બહાર જાય ત્યારે બહાર ગયેલા પ્રદેશમાં શું અવધિજ્ઞાનાવરણીયને ઉદય થાય છે એમ માનવું ?
- સમાધાન-પિતપોતાના સ્થાનથી અને અવધક્ષેત્રથી બહાર ગયેલા દેવતાઓના આત્માના તે બહાર ગયેલા પ્રદેશોમાં પણ અવધિજ્ઞાનાવરણીયન લોપશમ છે પણ અવધિજ્ઞાનાવરણીયનો ઉદય નથી. સમગ્ર આત્મપ્રદેશથી એક ઉપયોગ થતો હોવાને લીધે જે જે દેવતાને જેટલું જેટલું અવધિજ્ઞાન હેય છે તે તે દેવતાઓના અધિક્ષેત્રથી બહાર ગયેલા પ્રદેશે પણ તેટલાજ અવધિજ્ઞાનવાળા હેય છે. એટલે તે પ્રદેશોને અવધિજ્ઞાનનું આવરણ થયેલું માનવાનું રહેતું નથી. અડધા અજવાળા અને અડધા અંધારામાં રહેલ દેવદત્ત જેમ દીપકના પ્રકાશગત પદાર્થોમાં દેખવામાં સર્વ આત્મપ્રદેશોથી ઉપગવાળા છે, તેમ દેવતા પોતાના સ્થાને અગર બીજે સ્થાને અવધિથી પદાર્થને જાણવામાં ઉપયોગવાળા જ છે. - પ્રશ્ન ૧૦૪૭–દેવતા જ્યારે પિતાને સ્થાને હેય કે ઉત્તરક્રિય કરી ઉત્તરક્રિયથી અન્યત્ર સ્થાને ગયેલ હોય ત્યારે પોતાનું નિયમિત જે અધિક્ષેત્ર તેજ જાણે તે બ્રહ્મદેવલકથી માંડીને અચુતસુધીના દેવો કદાચ ત્રીજી નરક વિગેરેના અવધિજ્ઞાનવાળા હોવાથી ત્યાંના મિત્ર કે શત્રુ નારકની સાતા, અસાતા કરવા જાય, પરંતુ બીજાઓને તે ક્ષેત્રનું અવધિ ન હોવાથી શી રીતે જાય ?
સમાધાન-ભવનપતિ વિગેરે દેવતાઓ ભવપ્રયિક વૈર કે મિત્રતાને લીધે ત્યાં જાય, અને જગતમાં જેમ પૂર્વભવમાં વૈર અને સ્નેહ યાદ આવ્યા વિના પણ પૂર્વભવના તે તે વૈર અને નેહના સંબંધવાળાં કાર્યોમાં તે તે વૈર અને નેહને અનુસરેજ પ્રવૃત્તિ થાય છે, તેમ ત્યાં પણ તેવી પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચર્ય નથી. રાજાઓ વિગેરે તેવા જ્ઞાન વિના પણ જંગલ વિગેરેમાં જાય છે અને ત્યાં તેવા કેવા કર્મોદયવાળા પ્રાણિયોને નાશ પણ કરે છે અને કેટલાકને પાળવા માટે પણ લાવે છે.