________________
સમાધાન
૨૭૯ પ્રશ્ન ૧૨૬૯-તિથિની ઉત્પત્તિ અને સ્થિતિ ચંદ્રની ગતિ ઉપર અને તેના આવૃત-અનાવૃતપણાને લીધે જ્યારે થાય છે અને તેની સંખ્યા દરેક યુગ તથા માસ પક્ષમાં નિયમિત છે તેમજ દરેક તિથિનું માન પણ નિયત છે તે પછી તિથિયોને ક્ષય કેમ આવે છે? જૈનશાસ્ત્રકારોએ પણ શ્રીસ્થાનાંગાદિસૂત્રોમાં અવરાત્રીના નામે તિથિને ક્ષય માનેલે પણ છે તેનું કેમ?
સમાધાન-પાંચમ–આઠમ–ચૌદશ-પુનમ અને અમાવાસ્યા એ બધી તિથિએ ચંદ્રની ગતિઆદિ ઉપર આધાર રાખનારી છે અને ચંદ્રમાસ અને તેના પક્ષની અપેક્ષાએ નિયતજ શરૂ થાય છે, વર્તે છે અને પૂર્ણ થાય છે. અને તેમાં કોઈ પણ તિથિની હાની થતી જ નથી. અને શાસ્ત્રકારોએ પણ ચંદ્રમાસની તિથિની હાનિ કરી નથી. શાસ્ત્રકારોએ જે અવમાત્ર કહીને તિથિની હાનિ જણાવી છે તે કર્મમાસથી થતા કર્મવર્ષની અપેક્ષાએ જણાવેલી છે. યાદ રાખવું કે કર્મમાસ જ્યારે પરિપૂર્ણ ત્રીસ દિવસનો છે અને કર્મવર્ષ પૂર્ણ ત્રણસે સાઠ દિવસનું છે ત્યારે ચંદ્રમાસ પૂર્ણ ત્રીશ તિથિનો હોવા છતાં ૨૯૩ દિવસને છે અને ચંદ્રવર્ષ ૩૫૪ દિવસનું છે, એટલે ચંદ્રસંબંધી મહિને કે વર્ષ એકે નિરશ એટલે અખંડ નથી અને કર્મમાસ અને કર્મવર્ષ તે અખંડ છે તેની સાથે મેળવતાં પફ જેટલે ભાગ જે ઘટે છે તેનું જ નામ છ અવરાત્ર છે અને તેથી જ છ તિથિને ક્ષય ગણવામાં આવે છે. તિથિ છ ગુણ થવાથી મેળ મળે છે =રૂ થાયજ છે.
પ્રશ્ન ૧૨૭૦-ચંદ્રવર્ષના ૩૫૪રૂ દિવસ હોય તે પાંચ વર્ષને યુગમાં ચંદ્રને ૧૭૭૦ દિવસે થાય અને યુગના દિવસે તો બરાબર ૧૮૩૦ હેય છે તે કેમ મળે ?
સમાધાન–ચંદ્રવર્ષના જે કે ૩૫૪ દિવસ હોય છે અને યુગમાં ચંદ્રના ૬૦ માસ હેય તે ૧૭૭ દિવસ થાય, પરંતુ ચંદ્રવર્ષને યુગમાં ત્રીજો અને પાંચમે અભિવર્ધિત સંવત્સર હોય છે અને તે