Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 317
________________ ૨૮૨ સાગર તિથિઓને પર્વતિથિ તરીકે માની અને સૂચના સ્પર્શ વાળા આખા દિવસને પર્વતિથિ તરીકે ન માનતાં જેઓ તિથિના આરંભથી કે વતાદિકાલમાં રહેતી અગર માત્ર સમાપ્તિ સુધી રહેતી પર્વ તિથિ માનીને તે મુજબ વ્રતાદિ અને પારણાં આદિ કરે. તેઓને શાસ્ત્રકારે મિથ્યાત્વાદિ દેષવાળા માન્યાં છે. તો એ ઉપરથી ઉદયવાળી જ તિથિને પર્વતિથિ તરીકે મનાય એ ખરુંને? સમાધાન-સૂર્યના ઉદયને ફરતી તિથિના દિવસે પર્વતિથિ માનવી એ તત્ત્વ હેવાથીજ “મિ ના તિ' વિગેરે કહેવામાં આવ્યું અને તેથી ઉપવાસાદિ તથા અહેરાત્ર પૌષધઆદિ પર્વતિથિની કરણી કરાય. એટલે એ નક્કી થયું કે પહેલાં પર્વતિથિવાળો દિવસ નકકી કરે અને પછી તે આખો દિવસ પર્વતિથિ તરીકે માનો અને તેની આખા દિવસમાં વ્યાપક એવા ઉપવાસાદિ નિયમથી આરાધના કરવી. શ્રીશ્રાદ્ધવિધિમાં પણ પહેલાં તિથિ પર્વરૂપ છે એમ માનવાનું જણાવીને પછી તેની આરાધના જણાવી છે. શ્રાદ્ધદિનકૃત્ય આદિમાં પણ “ઇન્દુ તિન મન્નનિ I fહી વારે ?' એમ કહી આરાધનાના વિષયમાં પહેલી તિથિને જ પર્વતિથિ તરીકે નકકી કરવાનું જણાવે છે. અને એ કારણથી શ્રીતવતરંગિણકાર પણ બાહ્યા’ એવા સરલ પદને પણ પર્વતિથિપણું લેવા માટે “૩ાવાર્થ ” એમ ઈત્યર્થ કહે છે. એટલું જ નહિં. પરંતુ સ્પષ્ટપણે જણાવે છે કે ચૌદશને ક્ષય હોય ત્યારે ઉદય વાળી તેરસ છે છતાં તે દિવસે તેરસ છે એવું કહેવાને શ્રી સંધમાં રીવાજ જ નથી, પણ તિથિને દિવસે ઉપવાસ ચૈત્યવંદન અને સાધુવંદન આદિ કરવામાં ન આવે તે પ્રાયશ્ચિત્ત આવે છે જેથી એવા પ્રાયશ્ચિત્તઆદિના કાર્યમાં શ્રી સંધ તે દિવસે ચૌદશજ માને છે. એમ જણાવી વગર ઉદયવાળી પણ ચૌદશ છતાં તે દિવસે ચૌદશજ કહેવી એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે હમણાં થોડા વર્ષોથી જે શાસનની પરંપરા અને શાસ્ત્રવાક્યોથી વિરૂદ્ધપણે ભળી તિથિઓ માનીને જે ભેળસેળીયા થયા છે. તેમને કોઈ પણ પ્રકારે શાસન, પરંપરા અને શાસ્ત્રની

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320