Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 319
________________ ૨૮૪ સાગરે સમાધાન-જૈનતિષને અનુસરતી જ્યોતિષની માન્યતા વખતે ગાથાના અર્થને મરડનારો મનુષ્ય એમ માની પણ શકત પરંતુ વર્તમાનપંચાંગમાં પર્વતિથિની પણ વૃદ્ધિ થાય છે તેથી ઉદયને ફરસવાવાળી પણ પર્વતિથિ માનવી જ જોઈએ એમ બને જ નહિ. પર્વતિથિને જેમ આરાધનાનાં વિષયમાં ક્ષય થાય નહિ તેમ વૃદ્ધિ પણ થાય નહિ. જ્યારે ટીપણામાં બે આઠમો કે બે ચૌદશ હોય ત્યારે બને આઠમે અને ચૌદશ સૂર્યના ઉદય ફરસનારીજ હેય છે. એટલે જો એમ નક્કી કરવામાં આવે કે સૂર્યના ઉદયને ફરસવાવાળી પર્વતિથિને પર્વતિથિ તરીકે માનવી જ જોઈએ. તે પછી બંને આઠમો વિગેરે પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ. પણ તેમ બને નહિં. તેથી કહેવું અને માનવું જ જોઈએ કે ઉદયને ફરસનાર પર્વતિથિ માનવી એ હકીકત ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયજ છે. - પ્રશ્ન ૧૨૭૬-ક્ષયના પ્રસંગમાં ઉદયને ફરસવાવાળી પર્વતથિ ન મળે એ ચેપ્યું છે પણ વૃદ્ધિના પ્રસંગમાં ઉદયથી પર્વતિથિની આરાધનાને આરંભ અને ઉદય પછી જ તે આરાધન ની સમાપ્તિ થાય એ સિદ્ધાંત ન ગણવો? સમાધાન–શાસ્ત્રકારો- ક્ષ પૂર્વાતિચિહ્યા, તત્તરા” એ પ્રવેષને આધારે પર્વતિથિનો ક્ષય હોય અર્થાત તે તિથિ સૂર્યોદયને ફરસવાવાળી ન હોય તો તેનાથી પહેલાની એટલે આઠમ આદિના ક્ષયે સાતમ આદિની તિથિને જે સૂર્યોદય હેય તેને આઠમ આદિના સૂર્યોદય તરીકે ગણી આઠમ આદિની આરાધના કરવી એમ જણાવે છે અને તેથી જ શ્રી તસ્વતરંગિણમાં ચૌદશના ક્ષયની વખતે તેરસે તેરસ કહેવાને નિષેધ કરે છે. અને ચૌદશ જ છે એમ કહેવાનું સ્પષ્ટપણે જણાવે છે. એટલે વૃદ્ધિમાં પણ શ્રીઆનન્દવિમલસૂરિજી વખતના લખાણથી તથા શ્રીવિજયદેવસૂરિજીના પટ્ટકથી પુનમ-અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની હોવાથી અપર્વની તિથિ જ હાની–વૃદ્ધિમાં બોલાય.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320