Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 316
________________ સમાધાન ૨૮૬ ચૌદશ આઠમ અમાવાસ્યા કે કલ્યાણક તિથિ અને પુનમને આરાધવાનું જણાવે છે. અને તે આઠમ વિગેરે તિથિની ઉત્પત્તિ ચંદ્રની ગતિઆદિ ઉપરથી છે. તેમજ તે તિથિ હમેશાં એક સરખા માનવાળી તથા સંખ્યાવાળી છે તે તેની આરાધના તે ચંદ્રતિથિની અપેક્ષાએ શા માટે કરાતી નથી ? સમાધાન–જેવી રીતે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને “' વિગેરે વાકયથી ચૌદશઆદિ તિથિ કે જે ચંદ્રની ગતિઆદિથી થાય છે. તેની આરાધના કરવાનું જણાવે છે તેવી જ રીતે તે બધાં શાસ્ત્રવાળ્યો તે તિથિયોની સાથે “ડિપુ છું' એમ જણાવી અહેરાત્ર કે દિન રાત્રિની મર્યાદાજ એક આહાર-શરીરસકાર, વ્યાપાર અને અબ્રહ્મનો ત્યાગ જણાવવા સાથે સાવઘના ત્યાગને કર્તવ્ય તરીકે જણાવે છે.. અને અહેરાત્રની મર્યાદા તો ચંદ્રની ગતિઆદિ ઉપર નથી, પણ સૂર્યના ઉદય આદિ ઉપર છે. અને શાસ્ત્રકારે પણ સ્થાને સ્થાને “પૂરાછું મેળ દુતે.' એમ કહી અહેરાત્રને સંબંધ સૂર્ય સાથે જ જોડે છે. એટલે ચૌદશ આદિની તિથિને આરાધનારે ચંદ્રની ગતિઆદિ ઉપરથી થતી તિથિઓ ઉપર જે આધાર રાખવાને છે તેના કરતાં અધિક આધાર અહોરાત્ર ઉપર એટલે સૂર્યના ઉદય ઉપર રાખવાનું છે. જે એમ ન માનવા અને કરવામાં આવે તે મુસલમાનોના રોજ જેમ રાતે શરૂ થાય અને રાતે ખુલ્લા થાય છે, તેમ જેના ઉપવાસાદિ નિયમ પણ રાતે શરૂ થઈ રાતે જ પૂરા થવાવાળા થાય અને એમ કરતાં ન તો રાત્રિભેજનવિરમણરૂપ મૂલગુણ રહે અને ન તો અદ્ધાપચ્ચખાણરૂપ ઉત્તરગુણ રહે. અને તેથી શાસ્ત્રકારો સૂર્યના ઉદયની અપેક્ષાએ તિથિ ન માનનારાઓને અર્થાત ચંદ્રોદય કે તત્કાલવ્યાપ્ત આદિથી તિથિ માનનારાઓને મિથ્યાત્વાદિ દે લાગવાનું કહે છે. પ્રત ૧૨૭૩-ચૌદશઆદિ ચાંદ્રતિથિઓ આરાધવાની છતાં આરાધનાની સાચવણી માટે સૂર્યોદયને સ્પર્શ કરવાવાળી ચૌદશઆદિ

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320