Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 313
________________ ૨૭૮ સાગર સંસ્કૃત પાકૃત ઉભય-ભાષાસ્વરૂપ અસંયુક્તાક્ષર એવા આ ગ્રંથની રચના કરતાં કરતાં કાળધર્મ પામે છે તે વખતે આ છેલ્લાં પદે સંઘ પણ સાથે સાથે પુરે છે, આ પ્રશ્ન ૧૨૬૬-ડા વર્ષ નાના અને વિજ્ઞાન સ્ત્રીઓ કેમ નથી બેલતી ? સમાધાન- પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બેલતી કારણ કે સ્ત્રીને પૂર્વની વસ્તુ બેલવાનો નિષેધ છે. પ્રશ્ન ૧૨૬૭-તિથિ કોને કહેવી ? સમાધાન-ચંદ્રને સેળમો ભાગ નિત્યરાહુથી મુક્ત થઈને પ્રકાશમાં વધતો જાય તે શુક્લ પક્ષની તિથિ અને તેટલે ભાગ નિત્યરાહુથી આવરાતો જઈ પ્રકાશમાં ઘટતો જાય તે કૃષ્ણ પક્ષની તિથિ કહેવાય. આજ કારણથી શાસ્ત્રકારો તિથિની ઉત્પત્તિ ચંદ્રથી એટલે ચંદ્રની કલાના હાનિવૃદ્ધિને આધારે ગણે છે. પ્રશ્ન ૧૨૬૮-ચંદ્રની ગતિ અને રાહુથી આવરાવવું તથા મુકાવવું દરેક પક્ષે નિયમિત છે. તો ચંદ્રમાને અંગે શુલ અને કૃષ્ણ પક્ષની પંદર પંદર તિથિ થવાથી બંને પક્ષની ત્રીસ તિથિ થાય અને શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને ત્રીસ તિથિનેજ ચાંદ્રમાસ કહે છે તેમજ ત્રસે સાઠ તિથિનું જ ચાંદ્રવર્ષ કરે છે તે તિથિની હાનિ જે જેન તિપમાં પણ મનાય છે તે કેમ બને ? સમાધાન–વસ્તુતાએ ચંદ્રમાસની ત્રીસ તિથિ જ છે. અને શુક્લ તથા કૃષ્ણપક્ષની પંદર પંદર તિથિજ છે. એટલે તેમાં કોઈ પણ તિથિને ક્ષય થતો નથી અને થઈ શકે પણ નહિ અને તેથી જ પાંચ વર્ષમાં યુગમાં થતા ૧૮૩૦ દિવસોમાં ચંદ્રમાના બાસઠ માસ થાય છે, સર્વયુગ–સર્વવર્ષ અને સર્વમાસમાં રૂ ઘડી પ્રમાણવાળી તિથિ હેય છે. નથી તો તે પ્રમાણમાં કઈ કાલે વૃદ્ધિ થતી નથી કે નથી તો કેઈ કાલે હાનિ થતી.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320