________________
સાગર
૧૭૬ સંયમ સાવધ કહેવું પડે. અને તેમ કહેવા અને માનવા જતાં જલ, નદી અને સમુદ્રમાં સિદ્ધ થવાનું થાય છે તે હેયજ નહિં. પૂજા માટે વિશિષ્ટ પુષ્પાદિની જે વિશિષ્ટઈચ્છા તે સમગ્ર સંયમને બાધકારક હેવાથી સાધુઓ દ્રવ્યસ્તવના અધિકારી છે અને શાસ્ત્રકાર પણ તે સારંગમવિક પુરું ન ઇતિ એમ ફરમાવે છે. વળી શ્રીહરિભદ્રસૂરિજી ષિવિશાત એમ સ્પષ્ટપણે કહે છે એટલે આચાર્યાદિને વૈયાવચ્ચે અને ઈસમિતિમાં સ્વાધ્યાયના નિષેધની માફક સાધુને દ્રવ્યરતવને નિષેધ છે એમ સ્પષ્ટ થશે. એવી જ રીતે બાહ્યદ્રવ્ય અનુકંપાદાનમાં પણ શ્રાવકને અધિકાર અને સાધુને અનધિકાર સમજાય તેમ છે.
પ્રશ્ન ૧૦૬૬-અનુકંપાદાનથી ભેગાદિની પ્રાપ્તિ થાય પણ નિર્જરા ન થાય એમ ખરું?
સમાધાન–અનુકંપાદાનથી મનુષ્ય અને દેના ભોગોની પ્રાપ્તિ થાય એમ છતાં નિર્જરા નજ થાય એમ નથી શ્રીરાતાસૂત્રમાં હાથીએ શશલાની અનુકંપાથી મનુષ્પાયુઆદિ બાંધ્યા છે તેમ સંસાર પણ પરિમિત કર્યો છે એટલે નિર્જરા ન માનીયે તો તે સંસારનું અલ્પપણું બને નહિ. શ્રી પુષ્પમાલામાં પણ સમ્યગ્દષ્ટિને અનુકંપાથી નિર્જરા થાય છે એમ પણ સ્પષ્ટ શબ્દમાં જણાવેલ છે. નિરનુક્રોશપણું તિર્યચઆદિ ગતિનું કારણ હેવાથી અને સમ્યફવવાળાને તેમ દેવનું આયુષ્ય થવાનું હેવાથી સમ્યક્ત્વનું લક્ષણ અનુકંપા છે એમ માનવું જ પડશે, ધ્યાન રાખવું જરૂરી છે કેસાનુક્રેશતા અને હિસાવિરતિ જુદી ચીજ છે.
પ્રશ્ન ૧૦૬૭– વ્યસમ્યકત્વ અને ભાવસમ્યફવિ કોને કહેવું ?
સમાધાન–ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ છવાદિ ત અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી તેના ગુણે ન જાણે અને માત્ર
જ ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલને તવ તરીકે માને તે દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય અને તે છવાદિત તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા તેના ગુણો જાણીને ભગવાન જિનેશ્વરમહારાજાના કહેલા