Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 301
________________ ૧૭૪ સાગર પ્રશ્ન ૧૦૬૩-સભૂતપદાર્થની શ્રદ્ધ નહિ તે મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ? સમાધાન-સમ્યગ્દષ્ટિને નિયમ છે કે સર્વ ભગવાને કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા ન થાય તેને તે સમ્યક્ત્વ હોયજ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવે છે તેને લીધે અથવા તેવા ક્ષય પશમની ગેરહાજરીને લીધે અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગોચર થયો હોય તો તે આલોચનાદિ કરવા લાયક ગણાય પરંતુ તેટલા માત્રથી સર્વજ્ઞ અને શાસ્ત્રવચનેની પ્રતીતિ હોવાથી સર્વત અને શાસ્ત્રોક્ત પદાર્થ માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ સમ્યગ્દષ્ટિ જીવ બીજાએ એની માન્યતાને ખોટી જણાવી હોય તે તરત તેના સત્યતત્વને જાણવા શ્રી સર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથી જ ભગવાન ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજને તે પ્રશ્ન કર્યો અને પોતે તરતજ આલોચનાદિ કર્યા. કર્મગ્રંથને જાણવાવાલાની ધ્યાન બહાર નથી કે શ્રીકર્મપ્રકૃતિમાં “હૂંફ મસમારં ગાળમાળા” એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજી મહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિ છતાં પણ જે અસદ્દભાવની શ્રદ્ધા થાય તે તે અજ્ઞાનથીજ થાય અને અજ્ઞાની ન હોય તો જરૂર સદભાવનીજ શ્રદ્ધા થાય. અજ્ઞાનથી અભાવપદાર્થની શ્રદ્ધા થાય તો પણ સમ્યગ્દષ્ટિપણને બાધ આવે નહિ. જે તેને તે પદાર્થના નિર્ણયની શ્રીગૌતમસ્વામિઆદિની માફક ચીવટ હૈય અને સત્ય જાણે અને આલેચનાદિ કરનાર હેય. અર્થાત અજ્ઞાનને નામે અસભાવની શ્રદ્ધા ચલાવી લેનાર તે નજ હોય. એટલું તો જરૂર છે કે શાસ્ત્રવચનથી જે વાતને એક નિશ્ચય થાય તેવું ન હોય તો વિશિષ્ટમૃતધરને કે કેવલીને ભલાવી દે. પરંતુ એક પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિં. આથી જ અભયદેવસરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેઓને જ ભલાવે છે.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320