________________
સમાધાન
૧૬૩
જતા આવતા કે નહિ? અને જે ચોમાસામાં તે વખતે સાધુ-સાધ્વીઓનું ચઢવું ઉતરવું થતું હોય તો વર્તમાનકાલમાં કેમ યાત્રાને ચોમાસામાં નિષેધ કરાય છે?
સમાધાન-પ્રત સ્વામી વરસમાં વિથ રવિ शृङ्गे सपरिच्छश्चतुर्मासी तस्थौ । तत्र स्वामिनो निवासार्थ देवा: प्रेोत्तुङ्ग मडप चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सबिलस्याने केचिज्जीर्णप्रपादेवकुलादिषु यथालन्धस्थानेषु तस्थुः ।।
શ્રી શત્રુંજયમાહામ્યમાં શ્રી અજીતનાથજી ભગવાન અને તેમના સાધુઓના ચોમાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન અને સાધુઓની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તો ચોમાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી તે વર્ષો સે ન્યત્ર વિરતિ મ” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાશંગમાં ચોમાસુ કરેલ છે, તેમાં પણ ખાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેઓ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે બેલે, છાપે અને વર્તે તેઓની ગતિ અને સ્થિતિ જ્ઞાનિમહારાજજ જાણે
પ્રશ્ન ૧૦૪૫-દેવતાઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે, તે ત્યાં નરકમાં ગયેલા સૌધર્માદિ વૈમાનિક દેવતાને અવધિજ્ઞાન ક્ષેત્રથી અઘોલેકમાં વધે અને ઉર્ધ્વ લેકમાં વિમાનની વજાથી ઓછું થાય કે કેમ? - સમાધાન-દેવતાઓ મૂળ શરીરે તો પોતાના સ્થાનમાં હોય છે, માટે જે જે દેવતાને જ્યાં જ્યાં બીજે ક્ષેત્ર જવાનું થાય ત્યાં પણ તે મૂળ શરીરની અપેક્ષાએજ ક્ષેત્રની મર્યાદા ગણવાથી કાંઈપણ ક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ માનવાની જરૂર રહેતી નથી.