________________
પપ
સમાધાન “ પૂર્વા' વળી વૃદ્ધિમાં યા તારા' એમ જુદાં જુદાં લક્ષણો અને વિધાન કરવાની જરૂર શી? વળી “સમાલિમ ” એમ માનવાથી અધિક માસના પ્રસંગમાં પણ તિથિની સમાપ્તિની માફક માસની સમાપ્તિ બીજા માસમાં છે તેથી બીજે માસજ પ્રમાણુ ગણાય છે તે વ્યાજબીજ કરશે એટલે એમ કહેવું પડશે કે ઉદય પૂર્વ અને ઉત્તર તિથિ અથવા ઉત્તર ભાસનું જુદું જુદું વિધાન કરનારાઓએ નકામુંજ ડોળ્યું છે, પણ જ્યારે બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પડે અને બીજઆદિ બને તિથિએ તે તે પડવાઆદિને દિવસે સમાપ્તિ પામે છે તે વખતે એક વારમાં બંને તિથિઓ આવીને (ભળાઈને) પંચાંગની માફક ટીપણામાં પણ ભેળસેળ ખાતું થશે. તેથી સમાપ્તિ માત્રને પ્રમાણ ન જણાવતાં ઉદયઆદિ જુદાં જુદાં સ્વરૂપ જણાવ્યા છે. વળી સમાપ્તિવાળી તિથિ માનવામાં આવે તે જેમ બીજાઓ બેસતી તિથિને માનનારા થઈને પ્રતિક્રમણ વખતે જ તિથિ આવે તેને માને છે તેવી રીતે સમાપ્તિનો પક્ષ લેવા જતાં પ્રતિક્રમણ વખતે સમાપ્ત થતી કે પચ્ચખાણ લેતી વખતે તે તે સમાપ્તિ લેવાનો પ્રસંગ આવી જાય આ માટે ઉત્સગ માર્ગે જે તિથિમાં સૂર્યોદય થાય તેજ તિથિ તે તિથિના પૌષધ પ્રતિકમણના કાર્યમાં ગણવી, એમ શાસ્ત્રકારો ઘણે સ્થાને ઉદયવાળી તિથિ માનવાનું કહી જણાવે છે, પણ અપવાદ માર્ગે જણાવે છે કે જે સૂર્યોદયવાળી તિથિ ન મળે તો ક્ષયમાં પૂર્વ તિથિને પર્વતિથિ માનવી અને વૃદ્ધિમાં બે ઉદયવાળી તિથિ મળે તો બીજા ઉદયવાળી તિથિને પર્વતિથિ તરીકે માનવી આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ઉદયવાળી તિથિ એ ઉત્સર્ગ, અને ક્ષય તથા વૃદ્ધિમાં પહેલાંની અને બીજી તિથિને પર્વતિથિ માનવી એ અપવાદ છે એટલે ક્ષય અને વૃદ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિની વાત કરવી તે મુની અત્ર'નું ‘વ’ સત્રથી “પુન્યત્ર બનાવવા જેવું જૂઠું જ છે.
પ્રશ્ન ૮૪૬-તપાગચ્છની સામાચારીવાલાને ક્ષયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવાની અડચણ નથી પણ સવાલ એ છે કે–પર્વ