________________
સાગર અને નારકીને અવધિજ્ઞાનનું ભવને અંગે નિયમિતપણું હેવાથી તે અવસ્થિત ભેદવાળું હોય છે. વળી તે દેવનારકીના ભવ સુધી નથી પડતું માટે તે અપ્રતિપાતિભેદે છે એટલે આનુગામિક અવસ્થિત અને અપ્રતિપાતિભેદવાળું જ અવધિ તે દેવનારકીને હોય છે. અનાનુગામિ, પ્રતિપાતિ અને વર્ધમાન કે હીયમાન ભેદે તેઓને ન હોય. માટે નર તથા તિર્યંચને જ તે છ ભેદ હેય.
પ્રશ્ન ૮૮૭–દેવતા અને નારકીઓને જે અવધિનું નિયત ક્ષેત્ર છે તે પોતપોતાના સ્થાનમાં હોય ત્યારે તો ઠીક, પણ જ્યારે તેઓ પોતાના સ્થાનથી અને દક્ષક્ષેત્રથી બહાર જાય ત્યારે પણ તેટલું અવધિ આગલ વધે કે નહિ ?
સમાધાન-સ્થાન કે દસ્થક્ષેત્રની પણ બહાર જનાર દેવનારકીને પણ સ્વપ્રમાણમાં અવધિ રહે છે એમ માનવું જોઈએ અન્યથા ચાર દેવલેજ સુધીના દેવતાઓ વાલુકાપ્રભામાં મિત્રને સાતા દેવા કે શત્રુને અસાતા દેવા જ્ઞાન ન હોવાથી જઈ શકે નહિ, અને ભવનપતિના પરમધાર્મિક દેવો નરકમાં અવધિજ્ઞાન વગરના થઈ જાય. ફક્ત ઊવ લેકમાં અન્ય દેવની નિશ્રાએ જાય છે ત્યાં અવધિ વધવાનો સંભવ નથી. નીચે નીચે દેખવાને સ્વભાવ અવધિને જે ગણાય છે તે આ સ્થાને ઘણો જ ઉપયોગી છે.
પ્ર૮૪૮-પુનમન ક્ષયે ચૌદશે પુનમનું પણ આરાધન મહેપાધ્યાય શ્રીધર્મસાગજી જણાવે છે તે ચૌદશ-પુનમ ભેળાં ન કેમ ગણાય ?
સમાધાન-પુનમના ક્ષયે ચૌદશ-પુનમ ભેલાં ન થાય, પણ તેરશને ક્ષય માની તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ થાય, તેમાં ચૌદશને દિવસે પુનમનો ભોગ હોવાથી અને તેરશે ચૌદશને ભોગ હેવાથી, ચૌદશપુનમનું પણ આરાધન થઈ જાય. ત્યાં ભોગની હયાતી હોય છે અને આરાધના થાય છે.