________________
સમાધાન
૨૧ આ પ્રશ્ન ૧૧૩-કૈવલ્યાન આત્મામાં શકિતરૂપે હેવાથી કર્મને દૂર કરવા પ્રયાસ કરવાની જરૂર નથી. પણ આત્માની શક્તિ પ્રગટ કરવાથી આપેઆ૫ કર્મનાશ થાય છે. કર્મના આવરણ માનવાની જરૂર નથી, તો કૈવલ્યજ્ઞાન આત્મામાં શક્તિરૂપે માનવું કે સત્તાપણે માનવું ?"
સમાધાન-(અ) વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી વિગેરે સર્વ જૈનમતવાળાઓ અને સૂત્રકારો આત્માના જ્ઞાનાદિગુણોને આવરવાવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો માને છે અને શાસ્ત્રકારે પણ કહે છે. માટે જ્ઞાનાવરણાદિ વિગેરેને આવરણરૂપે નહિ માનનારે જૈનધર્મને પામેલેજ નથી.
(આ) આત્મામાં જે શક્તિરૂપે સર્વદા જ્ઞાન રહેલું છે એમ માનવામાં આવે તે કાલે પ્રકાશ રૂપે કાર્ય થવું જ જોઈએ. કેમકે કેવળ જ્ઞાનની શક્તિ એજ છે. આવરણુકર્મ વસ્તુને આવરનાર છે. માટે સત્તા રૂપે માની શકાય, વળી આવરણના ક્ષયઆદિ થયા હોય ત્યારે જ શક્તિરૂપે મનાય, મત્યાદિના આવરણને નાશ હોય છે ત્યારે તે અત્યાદિને ' લબ્ધિ એટલે શક્તિરૂપે મનાય છે.
(ઈ) “વપવાળ” “પાવા ના નિયUTU ઈત્યાદિ વાક્યો અને સંવર તથા નિર્જરાતત્વ (સંયમ અને ત૫) ત્યારે વ્યાજબી ગણાય કે કર્મને રોકવા લાયક માનવામાં આવે. છેવટે “નો સદ તાળ” પણ ત્યારેજ વ્યાજબી ગણાય કે જ્યારે કર્મને હણવા લાયક મનાય.
(ઈ) આત્માના પ્રયાસથી આવરણકર્મને નાશ ન માનીએ તો શક્તિને પ્રગટ થવાનું કે ન થવાનું કારણ રહેતું નથી. બીજુ પ્રયાસ પણ નહિ થવા થવાનું કારણું આવરણને ન માનીએ તો રહેતું નથી. એટલે કર્મના ક્ષપદમાદિક માટે આત્માને પ્રયાસ થાય છે. અને તેથીજ શક્તિ અગર વસ્તુ પ્રગટ થાય છે એમ માનવું જોઈએ આત્મા લોકાલેકપ્રકાશક ન થાય ત્યાં સુધી આત્મામાં કેવળજ્ઞાન સ્વભાવરૂપ