________________
સમાધાન
૨૨૭
અમો કોઈ પણ પ્રકારે બાધા થાય તેવી વિનંતી પણ કરીશું નહિ, અને તમે તમારી ઈચ્છા પ્રમાણે જ ભોજનાદિક ક્રિયા કરજે (વર્તમાનકાળમાં કેટલાક શ્રદ્ધહીન અને સંયમને ભોગવંચના તરીકે માનનારા યુવકે શ્રીનંદિવર્ધનજીના દાખલાને દીક્ષા રોકવા માટે આગળ કરે છે, પરંતુ વિનંતીથી રોકાયેલા પણ દીક્ષાભિલાષીને કે નહિ રોકાતા એવા તેને કેટલી ધર્મની અનુકૂળતા આ લકે કરે છે ? તે અમદાવાદ રામજીમંદિરની પાળે, અને રાધપુર ટંકારીયા છાણી વિગેરે અનેક સ્થળોના તે જૈન નામધારીના વર્તનથી જાહેર થઈ ચૂક્યું છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેઓને માત્ર કુટુંબી તરીકે કંઈ પણ લાગણી નથી, પરંતુ માત્ર ધર્મના ડેષ તરીકે પ્રવૃત્તિ છે શાસનપ્રેમી મહાશયોએ એવા ચારિત્રદૂષીઓના વચન વન ઉપર લેશ પણ ધ્યાન આપવા જેવું નથી. પરંતુ તેઓને પગલે પગલે પ્રતિકાર કરવા જેવો છે. યાદ રાખવું કે જૂનેરનાજૂથનો બહિષ્કાર કરવા માત્રથી તમારું કાર્ય સંપૂર્ણ થતું નથી, પરંતુ સ્વને પણ તેવાઓની સાથે બેસવાને કે તેવાઓની સાથે સહકાર કરવાને વખત શાસન પ્રેમીએ રાખવા જેવો નથી, કદાચ તેઓ પોતાના તૂટી ગયેલા જૂથને સાધવા માટે શાસન વિરોધી ઠરાને જતા પણ કરે, પરંતુ તેવી સેબત તો કુંફાડા વગરના નાગના સહકાર જેવી જ છે.) શ્રમણ ભગવંતમહાવીરમહારાજાને ગૃહસ્થપણામાં પણ દીક્ષિતપણે વર્તવાની છૂટ આપીને કુટુંબીજને સ્પષ્ટપણે જણાવે છે કે ભલે તમે ભેજનાદિકમાં સાધુપણાની ક્રિયામાં વોં પરંતુ તેટલા કાળ સુધી એટલે બે વર્ષ સુધી તમારા રૂપના અતિશયને અમે દેખીએ આટલુંજ અમારે કામ છે. (આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે કુટુંબ વર્ગ નેહવાળો હતો, પરંતુ વર્તમાનકાળમાં જડ એવો કુટુંબી વર્ગ કે જે જમને દેવા તૈયાર થાય તે છે તે તે હતો તે સ્પષ્ટ થાય છે, અને તેથી તે વર્ગની વિનંતી અને આ વર્ગની જડતાનું કેટલું આંતરૂં છે ? તે સુ-પુરૂષ રહેજે સમજી શકે તેમ છે. અર્થાત વિનંતિનું કાર્ય જડતાથી કરવાવાળા અને હક