________________
સમાધાન
૨૩૫ ઉપરના શ્લોકોથી સ્પષ્ટ થાય છે કે ભારતમહારાજા, ઈદ્રો, દેવતાઓ શ્રાવકે અને શ્રાવિકાઓ એ સર્વ ભગવાનના નિવણથી શોકવાળા થયા છે, પરંતુ કોઈએ ભગવાનના મરણને ઓચ્છવરૂપ મા નથી, એટલે રામ-શ્રીકાતોના મુદ્દા પ્રમાણે સમ્યફાવનું પડીકું તે બધાનું છૂટી ગયું હશે.
પ્રશ્ન ૧૧૫ર-સૂત્રો પ્રાકૃત ભાષામાં લખાયા તેનું કારણ બાલ મૂહ સ્ત્રી વિગેરે સમજી શકે અર્થાત પ્રાકૃતભાષા સહેલી છે માટે તે ભાષામાં ગ્રંથે લખવામાં આવ્યા છે. તો જે તે ભાષા સહેલી હોય તો નવા ગ્રંથ પણ તે જ ભાષામાં લખવા જોઈએ અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાની જરૂર હેય નહિ, પરંતુ સહેલાઈને માટે તો સંસ્કૃત ભાષાને આશ્રય લેવો પડે છે તે પ્રાકૃતિને સહેલી શા માટે કહેવામાં આવે છે?
સમાધાન-તીર્થકર અને ગણધરની હયાતિમાં એટલે સૂત્ર રચનાની વખતે ભાગધી અને અર્ધમાગધીભાષા મગધાદિદેશને માટે પ્રચલિત હતી. અને બાળ, સ્ત્રી વિગેરેને સહેજે સમજી શકાય તેવી હતી, અને તેથી આચારાંગાદિ અંગોની રચના કરી અને તેની ભાષા માગધી, અર્ધમાગધી રાખી તથા તેની સહેલાઇને લીધે નિર્યુક્તિ, ભાગ્ય અને ચૂર્ણિઓ પણ તે ભાષામાં જ લખાઈ. પરંતુ જેમ દેશવિશેષની માતૃભાષા દેશવિશેષવાળાને સમજવા માટે ભાષાન્તરની અપેક્ષા રાખે છે. ગુજરાતી ભાષા ઘણી સહેલી છતાં અન્ય દેશવાળાને સમજવા માટે ભાષાંતરની જરૂર પડે છે. તેમ કાલવિશેષે તે ભાષાની મૃતપ્રાય અવસ્થા હેવાથી તેને સમજવા ટીકાની જરૂર ગણાય
પ્રશ્ન ૧૧૫૩-પૂર્વે સંસ્કૃત ભાષામાં હતાં તેવું સાંભળવામાં આવે છે. તે ઠાણુંગ–વિશેષાવશ્યક વિગેરેમાં પૂર્વગત સૂત્રની સાક્ષીઓ આપવામાં આવે છે અને તે પ્રાકૃતમાં હેય છે તે ખરૂં શું છે?
સમાધાન-પૂર્વગત નામના દષ્ટિવાદના ચોથા ભેદે રહેલો આગમરૂપ પૂર્વેમાં જ એટલે ચૌદપૂર્વેમાં જ સંસ્કૃત ભાષા હેય એમ કિંવદંતીને અર્થ કરવાથી પૂર્વગતના પ્રાકૃત પાઠે જે નિવવાદ વિગેરેમાં આવે છે તે સંબંધમાં સંશય થવાનો સંભવ નથી.