________________
સમાધાન
૨૫૫
- ઉપરજ આધાર રાખે છે તેવા કાર્યમાં એટલે પૂર્વે જણાવેલ પર્વકાર્યથી ઈતર કાર્યમાં તેરશ ગણવામાં આવે એટલે પર્વકાર્યમાં તે દિને તેરશને વ્યપદેશ નજ થાય એવું કથન વિરૂદ્ધતાવાળું ન ગણાય.
પ્રશ્ન ૧૨૦૨–સાક્ષીની ગાથામાં. “ગવરાવિ' કહીને અપિશબ્દથી ચૌદશ કહેવાની સાથે તેરશ પણ ગૌણપણે છે એમ મા ને ગૌણપણે તે દિવસે
તેરશને વ્યપદેશ કેમ ન થાય? - સમાધાન-શાસ્ત્ર અને ન્યાયને અનુસરીને યવથી થયેલા અંકુરામાં જેમ યવકારણ છે તેમજ પૃથ્વી પાણું અને હવા વિગેરે પણ કારણે છે છતાં તે અંકુરાને પૃથ્વી, પાણુ કે હવાનો અંકુર છે એમ કેઈ પણ કહેતું નથી, પરંતુ તેને વાંકુરજ માને છે અને કહે છે કારણ કે તેજ વાંકુરમાં મુખ્ય કારણ છે. તેમ અહીં પણ પર્વ કૃત્યના પ્રસંગે ચૌદશનું મુખ્યપણું હવાથી ચૌદશને જ વ્યવહાર અને વ્યપદેશ થાય તેરશના ગૌણપણાને લઈને તે દિવસને તેરશ કહેનારા પાણી આદિના અંકુરા કહેનારની માફક લૌકિક ન્યાય અને શાસ્ત્રની બહાર હવા સાથે શાસનની બહાર થાય છે.
પ્રશ્ન ૧૨૦૩-શ્રીપ્રવ્યાકરણુસૂત્રમાં પ્રાદિને અધિકાર છે એમ શ્રી સમવાયાગાદિમાં કહે છે તે આશ્રવાદિ કેમ ?
સમાધાન-શ્રીનંદીજીની ચૂર્ણિમાં આશ્રવાદિને પણ અધિકાર તેને જણવેલો છે એટલે એ અધિકાર રાખી પ્રશ્નાદિ અધિકારને સંકોચ કર્યો ગણાય. (પણ મૂળ રચના ફેરવી ન ગણાય.) - પ્રશ્ન ૧૨૦૪ શ્રી વિપદમય શ્રી સિદ્ધચક્રમાં જે સાતમું પદ ના ના ” એવું કહેવાય છે એ પદથી જે સમ્યજ્ઞાનને નમસ્કાર કરવામાં આવે છે અને અનેક પ્રકારે આરાધના કરવામાં આવે છે તે સમ્યજ્ઞાન કયું ગણવું ?
સમાધાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાને તો કે “કાલે કેઈપણ જીવને અજ્ઞાનરૂપ હેતાં જ નથી, એટલે તે જ્ઞાને તે