________________
સમાધાન
૨૩૭ છે, આવા ભાવવાળું લખાણું સૂત્રકૃતાંગની ટીકામાં છે. તે આદીશ્વર ભગવાનના શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર તીર્થકરોમાં શરીરબળ ઓછું હશે કે કેમ ?
- સમાધાન-વાસુદેવો જેમ શરીરની ન્યૂનતાએ કે કાલબળે શારીરિક બળમાં સરખા નથી, તેમ છદ્મસ્થપણુમાં વર્તતા તીર્થકરે અન્ય તે કાલના જીવો કરતાં અતુલબલવાળા છતાં પૂર્વ પૂર્વના તીર્થકરોની અપેક્ષાએ શારીરિક બેલે હીન હોય છે તેમાં આશ્ચર્ય નથી આત્મીયબલ અનંત પ્રગટ થાય તો પણ શરીર તો તેને લાયકજ પરિશ્રમ ખમે અને વધારે પરિશ્રમે થાક પણ ખરૂં. શરીરને સર્વથા પણ નાશ છતાં આત્મીય અનંતવીર્ય તો અવસ્થિતજ છે.
પ્રશ્ન ૧૧૫૮-આવશ્યકત્ર અંગમાં તેમજ અંગબાહ્યમાં પણ પફખીસત્રમાં ગણ્યું નથી, તો બે ભેદ સિવાય તેને કયા ભેદમાં સમાવવું?
સમાધાન-અનુયોગઠારની માફક આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એવા ભેદ ગણીને વ્યતિરિક્તમાં ઉત્કાલિક તથા કાલિક અને કાલિકમાં અંગબાહ, અંગપ્રવિષ્ટ એમ ભેદ લેવાથી તાત્પર્યથી આવશ્યક સૂત્ર અંગબાહ્ય આવી શકે.
પ્રશ્ન ૧૧૫૯-જિનકલ્પી સાધુને સાત પ્રકારની ગોચરીમાં ૫ ને અભિગ્રહ અને ૨ ને ગ્રહ એટલે ૭ માં ત્યાગ કેટલાને અને સ્વીકાર કેટલાને? અને તેનાં નામે શું?
સમાધાન–અસંતૃષ્ટઆદિપદોથી થતા સાત ભાંગામાં પાંચ એષણનો અત્યાગ અને તેમાં બેને સ્વીકાર
પ્રશ્ન ૧૧૬૦–ઉત્તર પટ્ટો વિગેરે ઔપગ્રહિક (જે વાપરીને પાછું આપવાનું હેય) ઉપધિ તરીકે ગણ્યાં છે, તે તે ન મળે તે ઘાસને સંથારે કરવાનું થઈ ચૂકયું, આમ હોવા છતાં દિગંબર ઘાસને ઉપયોગ કરે તેની નિંદા શા માટે ?