________________
સમાધાન
૨૨૩
પ્રશ્ન ૧૧૪૧- શ્રેણિક કે કૃષ્ણમહારાજાએ તપસ્યાકારાએ એકપણ સ્થાનક આરાયું નથી તે તીર્થકરો આગલા ત્રીજા ભવમાં એક પણ સ્થાનક આરાધેજ તે નિયમ શો!
સમાધાન-વીશસ્થાનકમાં સર્વપદની કે કેટલાક પદની આરાધના કરવાથી તીર્થંકરપણું થાય છે. એ નિયમ છે. પણ તેમાં તપસ્યાનો અવશ્યભાવ નથી. જગતના સર્વ જીવો જે રસ્તે ધર્મમાર્ગે જોડાય તેને અંગે ઉચિત એવી તપસ્યાકારાએ કે બીજી રીતે પણ પ્રવૃત્તિ કરીને આરાધે તો પણ જિનનામ બધેિ
પ્રશ્ન ૧૧૪ર-આચારાંગાદિ અંગે, ઉપાંગો કે સૂત્રો જે આગમ અત્યારે વિદ્યમાન છે. તેમાં અંગમાં આચારાંગથી સૂયગડાંગ બમણું, સૂયગડાંગથી ઠાણાંગ બમણું એમ ઉત્તરોત્તર બમણું પ્રમાણુવાળા ગણ્ય છે, તો અત્યારે તે પ્રમાણે અંગે ઉપલબ્ધ નથી, તે અત્યારના વિદ્યમાન અંગે સંપૂર્ણ ગણવા કે કેટલેક ભાગ વિચ્છેદ ગયો છે એમ માનવું ? વિદ્યમાન ભાગ કક્ષારસુધીને અત્યારે હશે ? હરિભદ્રસૂરિ વિગેરે પ્રૌઢ ટીકાકારોના વખતમાં પણ આટલેજ ભાગ વિદ્યમાન હશે કે આથી વધારે હશે ? તેમના કાલ જેટલું તો મૂળ અત્યારે વિદ્યમાન છે કે નહિ?
સમાધાન-અંગના પદના પરિમાણને અંગે કેટલાક ટીકાકારે વિમવન્ત વરું ” લેવા કહે તે અપેક્ષાએ અત્યારે પણ જે જે વાચના સંક્ષેપ થઈ છે તે લખવામાં આવે તો ઠામ બમણું પદ થવામાં અડચણ આવે નહિ એમ લાગે છે અને અર્થાધિકારની સમાપ્તિને પદ કહેવાય એવા મતની અપેક્ષાએ પદો લેવાં હોય તો પણ અર્વાધિકાર ગોઠવવામાં અને વિસ્તાર વાચનાની અપેક્ષા રાખવામાં આવે તો બમણું પદ થવામાં અડચણ આવી શકે તેમ નથી, છતાં દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ આરૂઢ કરતી વખતે સંકેચ કર્યો છે એમ માનવામાં પણ અડચણ નથી.
પ્રશ્ન ૧૧૪૩–અગનાં ઉપાંગે છે, અને અંગને અનુસરીને ઉપાંગે તેનો વિસ્તાર કરનારા હોય છે તે મૂળસૂત્ર કરતાં તેમાં કંઇક જુદીજ વસ્તુઓ અને વિવેચના હેય છે. જેમ નિયુક્તિઓ, ભાળે,