________________
૨૦૦
“સાગર જણાવતાં ફરમાવે છે કે ઊનનું વસ્ત્ર એકલું અંદર ન ઓઢવાથી જૂઓ અને લીલફુલની રક્ષા થાય છે તેમજ કામળીની મલીનતા જેને લીધે લેકમાં થતી નિંદા તેને પણ પરિહાર થાય છે, અને ટાઢથી બચવાનું વધારે થાય છે. તેથી સત્રનું વસ્ત્ર અંદર રાખવું પણ બહાર ન રાખવું. ચૂર્ણિકાર મહારાજ કહે છે કે-એકલું લૌમિક એટલે કપાસનું ઓઢવું પણ એકલું ઊનનું ન ઓઢવું. જે કોઈ એકલું ઊનનું ઓઢે તે તેને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. એક વસ્ત્ર એવાને વિધિ જણવ્યો બે વસ્ત્ર ઓઢવાના વિધિવાળી ગાથાનું પ્રશ્નાર્ધ સુગમ છે. સૂત્રના વસ્ત્રને અંદર પરિભેગ કરવાના અને ઊનના વસ્ત્રને બહાર પરિભોગ કરવાના આ ફાયદા છે. સૂત્રના વસ્ત્રમાં તેટલી જ નથી હતી. ઊનના વસ્ત્રમાં (પરસેવાથી) બહુ જૂઓ થાય છે. અંદર ઊનનું વસ્ત્ર ઓઢાય અને તે મેલું થાય તે તે મેલા ઊનના વસ્ત્રમાં લીલ– ફુલ જલદી થાય. માટે અંદર સુતરનું અને બહાર ઊનનું વસ્ત્ર વાપરવાથી જૂઓની માફક લીલફુલની પણ રક્ષા થાય. બહાર સુતરનું વસ્ત્ર વાપરવાથી શોભા થાય તેનો પણ બહાર ઊનનું વસ્ત્ર વાપરવાથી પરિ. હાર થાય. સુતરનું વસ્ત્ર મેલ સહન કરી શકે છે પણ ઊનનું વસ્ત્ર મેલ સહન કરી શકતું નથી. મેલું થયેલું ઊનનું વસ્ત્ર દુર્ગધી થાય છે તેથી અપભ્રાજના થાય તેને પણ ઊનનું વસ્ત્ર બહાર રાખવાથી પરિહાર થાય સુતરનું વસ્ત્ર અંદર હોય તેવી કામળીથી ટાઢને પણ બચાવ સારો થાય એ કારણથી (સૂત્રનું વસ્ત્ર અંદર ઓઢવું) પણ બહાર ન એહવું. એવી રીતે નિશીથચૂર્ણમાં પ્રથમ ઉદ્દેશમાં નિરૂપણ કરેલું છે.
આ ઉપરથી એકલું કામળીનું વસ્ત્ર જેઓ ઓઢે છે તેઓ શાસ્ત્રના વચનથી વિરૂદ્ધ વર્તનારા અને વિરાધનાવાળા છે. પરંતુ જેઓ એકલું ઊનનું વસ્ત્ર ઓઢવાનું પ્રતિપાદન કરે છે તેઓ તે તેમ આચરીને વિરાધના કરે છે એટલું જ નહિ પરંતુ પિતાના આત્માને ઉત્સવ માષપણામાં મેલે છે.