________________
૧૯૦
સાગર
પ્રકારે પણ માનવાની જરૂર છે. વળી તિર્યએ સર્વથા હિંસાદિના ત્યાગવાળા હોય પણ ચારિત્રવાળા હેય નહિ. આ હકીકત પણ મમત્વને ગ્રંથ તરીકે માનનાર અને સામાચારીને ચારિત્ર માનનારાજ ભાની શકશે. '' આ પ્રશ્ન ૧૦૯૨–શ્રીતત્વાર્થસત્રમાં “સત્રમાણે” એમ કહી પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણે જણાવવામાં આવે છે અને શ્રીઅનુયાગદ્વાર તથા શ્રીભગવતીજી વિગેરેમાં સ્પષ્ટપણે પ્રત્યક્ષ, અનુમાનઆદિ ચાર પ્રકારનાં પ્રમાણે જણાવવામાં આવ્યાં છે, તે પછી એ તત્ત્વાર્થસૂત્રને શ્વેતાંબરાચાર્યું કરેલું છે એમ કેમ માની શકાય ?
સમાધાન–પ્રથમ તો અનુયાગદ્વાર અને શ્રીભગવતીજી વિગેરેમાં પ્રત્યક્ષ અનુમાનાદિ ચાર પ્રમાણે જણાવ્યાં છે તેમજ શ્રીનંદીસત્ર, ઠાણાંગ તથા જીતકલ્પઆદિ અનેક શ્વેતાંબરશાસ્ત્રોમાં પરાક્ષ અને પ્રત્યક્ષ એવા પ્રમાણના બે ભેદ પણ જણાવેલા છેજ.
પ્રશ્ન ૧૦૯૩-કેટલાક વેતાંબરશાસ્ત્રોમાં પરોક્ષઆદિ બે પ્રમાણે જણાવ્યા છે તો પછી કેટલાકમાં ચાર પ્રમાણે કેમ જણાવ્યા છે ?
સમાધાન–અનુયાગ કરનારે પોતે પદાથને નિશ્ચય પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણેકારાએ કરવાનું હોય છતાં શ્રેતાને અનુયોગ કરતાં તેને પ્રત્યક્ષ અનુમાનાદિકથી અવગતિ હેવાથી તે ચાર પ્રમાણે દ્વારાએ સમજાવવું જરૂરી છે. માટે વ્યાખ્યાતાની અપેક્ષાએ બે પ્રમાણ હેય છતાં શ્રોતાની અપેક્ષાએ ચાર પ્રમાણુ કહેવામાં અડચણ નથી. જગતમાં સમુદ્રના માપ છે. માઈલ. ફર્ભાગ, હાથ અને અંગુલકાએ જાણનારે શિક્ષક સામાન્ય મનુષ્યને સમુદ્રનું માપ મોટી સંખ્યાએ બતાવે અને અજ્ઞાન બાલકને હાથ પહોળા કરીને બતાવે તેમાં બેટું નથી. આજ કારણથી પ્રદેશ રાજાના વૃત્તાંતમાં વાયુનું તોલ ન ગણાયું અને સર્વજ્ઞની સિદ્ધિના પ્રકરણમાં પ્રમાણપંચકથી અગ્રાહ્યતા માની એટલું જ