________________
સમાધાન
૧૪૫
'સમાધાન-કેટલાકે આવશ્યકનિયુક્તિ અને સ્વાર્થમાં અકાનિર્જરા કરતાં બાલતપને જુદુ લીધેલું હોવાથી મિથ્યાત્વીને પણ સકામનિર્જરા હેય એમ માને છે જ્યારે કેટલાક અકામનિર્જરા માત્ર વિરૂદ્ધ ઈચ્છાપૂર્વકની હોય છે અને બાલતપ દુઃખને સહન કરવાની ઈચ્છાવાળું હોય છે છતાં યથાર્થપણે જીવ અને મે ક્ષને રોકનારા કર્મોની શ્રદ્ધા તથા જ્ઞાન ન હોવાથી સકામનિર્જ મિથ્યાદૃષ્ટિને માનતા નથી. તેઓ કહે છે કે-અકામનિર્જરા કેવલ દુઃખરૂપ છે, તેના ફલથી સામાન્ય દેવત્વ થાય અને બાલતપઆદિથી ઉંચું દેવત્વ મળે, અને તે બાબત પવાળાને બારે પ્રકારની તપસ્યા હોય. પણ સંવરની માન્યતા અને ધારણાપૂર્વકની બાર પ્રકારની તપસ્યાથી જ સંકામનિર્જરા થાય.
પ્રશ્ન ૯૯૦-સકામનિર્જરા સિવાય જીવને જન્મ, મરણ, આધિ, વ્યાધિ ઉપાધિ, ઈષ્ટયાગ, અનિષ્ટસંગાદિ દુઃખોથી મુક્તિ થાય?
સમાધાન-સકામનિ જે રાવાળેજ મેક્ષ મેળવી જન્માદિદુ:ખને નાશ કરે.
પ્રશ્ન –મુક્તિ કોની થાય ને કોનાથી ?
સમાધાન-સમ્યકૂવાદિગુણવાળા આત્માનો સમ્યફવાદિના પ્રભાવે મોક્ષ થાય.
પ્રશ્ન ૯૯૨-જે મુક્તિ થવાવાળો ને જેનાથી મુકત થવાય તે બેનું સ્વરૂપ જાણ્યા સિવાય મેક્ષ થાય?
સમાધાન-જીવાદિથી મોક્ષ સુધીના તમને જાણવા માનવાઆદિથી જ મોક્ષ થાય, પણ તેને યથાર્થ જાણ્યા સિવાય મોક્ષને નામે ક્રિયા કરનાર અપુનબંધક પણ લગાર વાર પછી પણ મેક્ષ મેળવે. જીવ જે આસનભવ્ય હોય તે તે ધર્મારાધનમાં રસિયો થાય જ. ધર્મથી દૂર રહેનારા તે આસનભવ્યની કેટીમાં પણ ન આવે.