________________
૧૬૮
સાગર
સામાયિક કે જે અનંગપ્રવિષ્ટ એવા આવશ્યકના પ્રથમ અધ્યયનરૂપ છે તે સામાયિકને ઉચ્ચાર કરી સાધુપણું લીધા પછી જ ત્રિપદી પામીને અંગપ્રવિષ્ટની રચના કરેલી છે. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ બધું અનંગપ્રવિષ્ટકૃત અંગપ્રવિષ્ટબુતની પછીજ ઉત્પન્ન થયું છે એમ કહી શકાય જ નહિ. વળી ઉત્પત્તિક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ એવા શ્રત સમૂહને મુખ્યતા આપીએ છતાં અભ્યાસક્રમની અપેક્ષાએ તો સામાયિકાદિ૩૫ આવશ્યકતાદિની જ મુખ્યતા પૂર્વકાલે પણ હતી અને વર્તમાનમાં પણ છે. અને આજ કારણથી જ્યાં જ્યાં અગીઆરે અંગના અધ્યયનનો ઉલ્લેખ અંગમાં આવે છે ત્યાં ત્યાં “સામાયમાડું #ારતHTછું' એવા ઉલેખોજ કરવામાં આવેલા છે, એટલું જ નહિ પરંતુ આવશ્યકનિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહુવામી પણ શ્રુતજ્ઞાનના અધિકારમાં “સામાયમાડુ વુિસાર ='ત” એમ કહી બધા શ્રુતજ્ઞાનમાં સામાયિક વિગેરે અનંગપ્રવિષ્ટને જ આદિમાં જણાવે છે. વળી શ્રીનંદીસૂત્રમાં તથા અનુયોગદ્વારસૂત્રમાં અનંગપ્રવિષ્ટ એવા આવશ્યક, ઉત્કાલિક અને કાલિકસૂત્રો જણાવ્યા પછી જ અંગપ્રવિષ્ટ એવા આચારાંગાદિ જણાવવામાં તથા નિરૂપણ કરવામાં આવેલ છે. તે નંદી અને અનુગદ્વાર બંનેમાં પ્રશ્નકરે પણ અનંગપ્રવિષ્ટનો ઉચ્ચાર અંગપ્રવિષ્ટ કરતાં પ્રથમજ કરે છે. એટલે સ્પષ્ટ થયું કે અભ્યાસના ક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ કરતાં અનંગપ્રવિષ્ટ પ્રથમ અને પ્રધાન તરીકે લેવાય તે અયોગ્ય નથી.
પ્રશ્ન ૧૦૫૫–શ્રીજૈનશાસનનું દર્શન અને અન્યનાં દર્શને અંગે “સત્રબવાયમૂ” એ ઉપદેશપદની ગાથાને આધાર રાખીને બેલનારાઓ સર્વદર્શનની ઉત્પત્તિ જૈનદર્શનથી માની જૈનદર્શનને જનક માને છે અને અન્યદર્શનાને જન્ય માને છે. ત્યારે “કલાવિવ સર્વે તજવઃ સમુન્નતવય નાથ ! દયઃ” એવા શ્રી સિદ્ધસેન દિવાકરછના વાક્યને અને બોલનારાઓ સર્વદર્શને રૂપ નદીયો જૈનશાસનરૂપ સમુદાયમાં મળી છે. એમ માની જૈનદર્શનની દૃષ્ટિ સર્વ શેષદષ્ટિથી થયેલ છે એમ