________________
સમાધાન
૧૮૧ આવે તેની યથાવત શ્રદ્ધા કરે અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય તેમાં કદાગ્રહ કરે નહિ તેવા સમ્યગ્દષ્ટિઓ હેય એમ સમજવું.
પ્રશ્ન ૧૦૭૬-શ્રીઆવશ્યકનિયુક્તિકાર અનુપમનિઝર એમ કહીને અનુકંપાને સમ્યક્ત્વનું કારણ કહે છે અને તસ્વાર્થકાર વિગેરે તે અનુકંપાને લક્ષણ અને કાર્ય તરીકે બતાવે છે તે તે બે અનુકંપામાં શું ફરક છે?
સમાધાન-શ્રીજિનવચનની પ્રતીતિ જેને થઈ હોય તેને પારમાર્થિક એટલે આસ્તિક્યના કાર્યરૂ૫ એવી તાવિક અનુકંપા ન હોય એમ “પરમાર્થ પ્રતિવમનિનવનાના” ઈત્યાદિ વચનથી શ્રીહરિભદ્રસૂરિજી તાવાર્થવૃત્તિમાં ફરમાવે છે તેથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વના કારણ તરીકે કહેલ અનુકંપા અપારમાર્થિની અનુકંપા છે અને સમ્પકવ થયા પછીની અનુકંપા એ પારમાર્થિની અનુકંપા છે. આજ કારણથી અભવ્ય કે મિયાદષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી છે અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસર નારાઓનું ગણાય નહિ.
પ્રશ્ન ૧૦૭૭-દ્રવ્યનું લક્ષણ જ્યારે ગુણવત્ ” એમ છે. તે પછી દ્રવ્યનિક્ષેપાને અંગે શી રીતે દ્રવ્યપણું સમજવું ?
સમાધાન-નામાદિક ચાર નિક્ષેપાને અંગે બે પ્રકાર છે. એક તે નામાદિ ચારે ભિન્નપણે હેય, અને એને અનુસરીને જ શ્રીઅનુયોગઠાર અને શ્રીસ્વાર્થભાષ્ય વિગેરમાં “ચહ્ય ચેતનાવતઃ ઈત્યાદિ કહેવામાં આવ્યુ તે, અને બીજો પ્રકાર એ છે કે મૂલ વસ્તુમાંજ ચારે નિક્ષેપા જોડવાના હોય છે. એને અનુસરીને શ્રીસંમતિતક માં નામાદિ ચારને વસ્તુના ધર્મ તરીકે ગણાવ્યા છે. તથા શ્રીવિશેષાવશ્યકમાં નામાદિચાતુષ્કમયવસ્તુને ગણી છે. તેમાં પહેલા પ્રકારમાં જ્ઞાનને ઉપયોગના કારણ તરીકે ગણુને તથા ઉપયોગ ક્રિયાત્મક આગમને ભાવનિક્ષેપમાં અંતર્ગત થતી