________________
૧૫૦
સાગર
સમાધાન–એક વિશેષને જાણવામાં છાને સોપશમવાળું જ્ઞાન હેવાથી અંતર્મુહૂર્ત કાલ જોઈએ અને કેવલીને ક્ષાયિકજ્ઞાન હેવાથી અખિલવિશે એક જ સમયમાં જણાય છે.
પ્રશ્ન ૧૦૦૫-એક વિરોષ જાણવા માટે એક ઉપયોગની જરૂર ખરી કે નહિ ! અને જે એક ઉપગે એક વિશેષ જણાય તો અનેક અને અનંત વિશેષો જાણવા માટે અનેક અને અનંત સમયની જરૂર નહિ ?
સમાધાન-જેમ એક ઘડાને જોવા માટે એક પ્રકાશની જરૂર ખરી. પણ ઘણા ઘડાઓના પ્રકાશને માટે ઘણા દીવાઓની જરૂર રહેતી નથી, તેમ એક વિશેષ પણ એક ઉપયોગથી જણાય અને ઘણું વિશે પણ એકજ ઉપયોગથી જણાય છે. કેવલજ્ઞાનથી દરેક વસ્તુના સર્વવિશેષ પ્રતિહાણે જણાય અર્થાત એક જ્ઞાન અને એક ઉપયોગથી અનેક વિશેષ ન જણાય એવું છસ્થ કે કેવલિમહારાજ એક્કેય માટે નથી. જે એક સમયે એકજ વિશેષને છાસ્થ પણ જાણતો હોય તો અવધિજ્ઞાનમાં ભાવનાજ્ઞાનમાં અનંતગુણવૃદ્ધિહાનિ આવે જ નહિં. તથા કેવલજ્ઞાનથી દરેક સમયે સર્વપર્યાય વિશિષ્ટ સર્વવસ્તુ જણાયજ નહિ ધ્યાન રાખવું કે-એક સમયે એકજ દ્રવ્ય જણાય એવો પણ નિયમ છઘસ્થ કે કેવલિ માટે નથી.
પ્રશ્ન ૧૦૦૬-પ્રાતિહાર્યોને અર્થ પહેરેગિરનું કર્મ એમ થાય છે, અને તેથી તેને ચોવીસે કલાક સાથે રહેનાર મનાય છે તે શું અશોક દક્ષ પણ સદા સાથે રહે છે ?
સમાધાન-સમવસરણ સિવાય જ્યાં જ્યાં ભગવાન બિરાજે ત્યાં અશોકવૃક્ષ તો હોયજ, માટે તે પ્રાતિહાર્ય ગણાય, વિહારમાં જરૂર ન હોવાથી કદાચ ન રહે અગર રહ્યા છતાં વર્ણન ન કરે તેમાં નવાઈ નથી.
પ્રશ્ન ૧૦૦૭-દિવ્યધ્વનિ પ્રાતિહાર્યમાં છે, તો તે દેવકૃત માનવ કર્મક્ષયથી થયેલ માન ? સમાધાન-ભગવાનને ધ્વનિ સમવસરણમાં કે તે સમવસરણ