________________
સમાધાન
૮૩
(શ્રીમહાવીરભગવાનને જીવ) તે ત્રિપૃષ્ઠવાસુદેવ થયા. ત્રિપૃષ્ઠવાસુદેવે સિંહને ચીરી નાંખીને માર્યો. છેલ્લે ભવે તે સિંહને જીવ “કાલિક થયો અને પછી દેવશર્મા' તરીકે થયેલે પણ તેજ ગણાય છે.
પ્રશ્ન ૮૮૫-આનુગામિક અવધિજ્ઞાન અને અનાનુગામિક. અવધિજ્ઞાન એ બે ભેદમાં જેમાં ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન અવધિજ્ઞાનવાલાની સાથે ક્ષેત્રાંતરમાં આવે તે આનુગામિક અને ન આવે તે અનાનુગામિક એમ કહેવાય છે, પણ તે અવગાહનાના ક્ષેત્રની અપેક્ષાએ ગણવું કે દશ્યક્ષેત્રની અપેક્ષાએ ગણવું ?
સમાધાન-નવાર્થભાષ્ય અને તેની ટીકામાં અનાનુગામિકના અધિકારમાં “ચત્ર સ્થિત ” અર્થાત “જ્યાં રહેલાને ઉત્પન્ન થાય” એ વિગેરે કહેવાથી તેમજ “પદ્માવેશપુરુષજ્ઞાનવત્' એમ કહી જે દષ્ટાન્ત આપે છે. અને “યત્ર સ્થાને” અર્થમાં “ઉપાશ્રયમાં કાયોત્સર્ગરૂપ સ્થાનમાં એમ લે છે તેથી અવગાહનાનું વ્યાવહારિક સ્થાન ગણાય. શ્રીનંદીસૂત્રમાં સાંકળે બાંધેલા દીવાનું દૃષ્ટાન્ત હોવાથી દશ્યક્ષેત્રની અપેક્ષાએ અનાનુગામિકપણું લેવાય આનુગામિક ભેદમાં તે શ્રી સ્વાર્થમાં સૂર્યના પ્રકાશનું અને ધટની રક્તતાનું અને શ્રીનંદીસૂત્રમાં સાથે રાખેલી સગડીનું દષ્ટાન્ત છે તેથી તેમાં અવગાહ કે દૃષ્યક્ષેત્રનો ભેદ નહિ પડે.
પ્રશ્ન ૮૮૬–તત્વાર્થમાં વિF: શેષાળા એમ કહી મનુષ્યને અને તિર્યંચને આનુમામિકઆદિ છ ભેદે વાળું અવધિજ્ઞાન જણાવે છે તે નારકી અને દેવતાને અવધિજ્ઞાનના એ છ ભેદોમાંથી કોઈ પણ ભેદે હેય કે નહિ? આ સમાધાન–શ્રીઆવશ્યકનિયુક્તિમાં “ગાનુમિત્રો ૩ એ ગાથામાં નારકી અને દેવતાને આનુગામિક નામના મેદવાળું જ અવધિજ્ઞાન હેય એમ જણાવેલ છે. વળી બોસિંગાદિ' એમ કહીને પણ જણાવે છે કે દેવ અને નારકીનું અવધિજ્ઞાન આનુગામિકજ હોય વળી દરેક દેવતા