________________
સમાધાન
પ્રશ્ન ૮૮૯-પુનમના ક્ષયે તપસ્યા માટે પાક્ષિક ચાતુર્માસિક છનું દૃષ્ટાંત કેમ કીધું છે?
સમાધાન- ૫ખી અને ચૌમાસીના છઠ્ઠના અભિગ્રહવાળા કંઈ એક દિવસે બે ઉપવાસ કરી લેતા નથી, પરંતુ એક દિવસે છઠ્ઠનું પચ્ચખાણ લઈ બીજે દિવસે પૂરું કરે છે. તેવી રીતે તેરશે ચૌદશ માની તે દિવસે કરેલો તપ ચૌદશે માનેલી પુનમથી પુરો થાય છે, માટે એ દષ્ટાંત છે જે એમ ન માનીએ તે બેય દિવસના પૌષધ, બ્રહ્મચર્ય અને સચિરાદિત્યાગના નિયમવાળાએ શું એકજ દિવસ પાલન કરવું ? આજ્ઞાનું બહાનું શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદમાં ન ચાલે.
પ્રશ્ન ૮૯૦-પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો ક્ષય કરાય છે, તે શા આધારે ?
સમાધાન-પ્રથમ તે “ પૂર્વા તિથિઃ ” વાક્યમાં પર્વતિથિના ક્ષયે પહેલાંની તિથિને જ પર્વતિથિ કરવાનું કહ્યું, તેથી આપોઆપ ક્ષય આવે છે. વળી તત્ત્વતરંગિણકાર ચેખા શબ્દોમાં જણાવે છે કેચૌદશને ક્ષય હોય ત્યારે તેરશે ચૌદશ કરવી અને તે દિવસે તેરશ છે એમ કહેવું જ નહિ વળી તે દિવસે તેરશન વ્યપદેશ કરનારને મૂર્ખ ગણ્યો છે. જે તેરશ–ચૌદશ ભેળાં ગણીએ તો તિથિને ભોગ શરૂ થાય ત્યારથી તિથિ અંગેના નિયમ પાળવાના રહે આખો દિવસ પાળવાના રહે નહિ અને તિથિ બેસે તે પહેલાંના સમયે ખાધેલ સચિત્તાદિની આલોયણ આપવી કે લેવી પડે નહિ, કેમકે તેરશ આદિની તો બાધા હતી જ નહિ સૂર્યોદયના પહેલા ભાગથી તે દિને ચૌદવા માનવામાં આવે તે જ આખો દિવસ નિયમ વિગેરેનો સંબંધ રહે, અને જે એમ માનીએ તો ચોક્ખું થયું કે તેરશને ક્ષય કરે. વળી તેરશચૌદશ ભેળા હોય કે ચૌદશ ઉદયવાળી હોય તેમાં થયેલી નિયમવિરાધનાનું પ્રાયશ્ચિત્ત સરખું નહિ અપાય. સરખું અપાય તો તેરશ ક્યાં રહી? પ્રાયશ્ચિત્તઆદિમાં ચૌદશજ છે એમ એફખું શાસ્ત્રકાર કહે છે માત્ર મુર્નાદિકમાં તે તેરશ ગણાય એ વિશેષ કારણ છે.