________________
સાગર પ્રન ૮૯૧-ભગવાન શ્રી મહાવીરહારાજે પ્રિય મિત્રના ભવમાં કાની પાસે સાધુપણું લીધું ? અને ત્યાં દીક્ષા પર્યાય કેટલે હતો ?
સમાધાન-ભગવાન શ્રી મહાવીર મહારાજે પ્રિય મિત્રના ભવમાં પાટલાચાર્ય પાસે સાધુપણું લીધેલું છે એમ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પ્રવજ્યાકુલકની ટીકામાં જણાવે છે કેટલેક સ્થાને તે આરટાર્યનું નામ છિલાચાર્ય પણ જણાવાય છે, અને તેમને દીક્ષા પર્યાય પાંચડ વર્ષને, શ્રી પ્રદ્યુમ્ન– સુરિજી જણાવે છે, કેટલેક સ્થાને કોડવર્ષને દીક્ષા પર્યાય કહેલ છે.
પ્રશ્ન ૮૯ર-ભગવાન શ્રી મહાવીર મહારાજે શ્રીનંદનના ભવમાં અઢાર પાપસ્થાનક વર્જતાં, છ પાપસ્થાનક રાત્રિભોજન ગણીને, સિરાવ્યું છે અને રતિઅરતિને નથી ગણું તેનું કેમ?
સમાધાન–કષાય અને રાગદ્વેષમાં રતિઅરતિ આવી ગઈ, એમ ગણુને રતિઅરતિ ન લીધાં હેય અને રાત્રિભોજનની ભયંકરતાથી તે હિંસાને વર્જવામાં આવી જાય છતાં જુદું લીધું હોય તે અસંભવિત નથી.
પ્રશ્ન ૮૯૩-શ્રીઆર્યરક્ષિતસૂરિજી શ્રીવાસ્વામી પાસે ઉજજયિની ભણવા ગયા ત્યારે શ્રીભદ્રગુપ્તસૂરિજીને જે નિર્ચામણું કરાવી તે ઉજજયિની માંજ કે બીજે ?
સમાધાન-શ્રીભદ્રગુપ્તસૂરિને કરાવેલી નિર્ધામણું ઉજજયિનીમાં નથી, પણ બીજે છે. નિર્ધામણા કરાવ્યા પછી ઉજજયિની આવ્યા છે અને રાત્રે ઉજયિનીથી બહાર રહ્યા છે. ઉજજયિનીમાં પણ દે ઉપાશ્રયે ઉતરીને આવ્યા છે.
પ્રશ્ન ૮૯૪–શ્રીકલ્પસૂત્રમાં સ્થવિરાવલી કેટિગણ અને વજી શાખાનો અધિકાર આવે છે પણ ચંદ્રકુલને અધિકાર કેમ નથી ?
સમાધાન-આચાર્ય મહારાજ શ્રીવાસ્વામીના શ્રી વજુસેનસૂરિશિષ્ય, આચાર્ય હતા, તેમના બારદુકાલી પડવા પહેલાંના શિષ્યોની પરંપરાને