________________
૧૦૮
સાગર આદિ છે એમ બેલેજ નહિ. કિંતુ બીજઆદિજ છે એમ બેલે. એટલે બીજઆદિન ક્ષયે પડવાઆદિને ક્ષયજ કહે. આવી રીતે બીજઆદિના ક્ષયે પડવાઆદિને ક્ષય કરવાનો રિવાજ સંવત ૧૬૧૫ના પહેલેથી છે, કારણ કે તવતરંગિણીમાં ચઉદશના ક્ષયની ચર્ચામાં જણાવે છે કે____ 'तत्र त्रयोदशीति व्यपदेशस्यापि असम्भवात् किन्तु प्रायश्चित्ताવિવિધ ચતુતિ પવિમાનન્દન વળી “મુક્યતાચતુર્થા વેતિ ચ તેમજ “પિ શીવ વરિ ! અર્થાત ચઉદશનો ક્ષય હોય ત્યારે તેરશને ચૌદશ બનાવવી અને તે વખતે તેરશને દિવસે તેરશ છે એમ કહેવાનો પણ સંભવ નથી. આ ઉપરથી એફખું થાય છે કે–બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવાઆદિતિથિને પડવાઆદિપણે બેલવીજ નહિ. અર્થાત પડવાઆદિને ક્ષયજ ગણ. વળી પ્રાયશ્ચિત આદિ જે ચઉદશના કાર્યો છે તેમાં ચઉદશજ છે એમ વ્યવહાર થાય છે, અર્થાત ૧૬૧પથી પહેલાં પણ ચઉદશના ક્ષયે તેરશને ચઉદશજ છે એમ બોલવાને વ્યવહાર હતો. વર્તમાનમાં પણ ધર્મારાધનામાં તેમજ લખાય છે અને બોલાય છે માત્ર બે વર્ષથી હમણાં નીકળેલા પડવા-બીજ કે યાવત તેરશચઉદશ ભેળાં બોલનારા થયા છે પણ શાસ્ત્રો અને પરંપરા બંનેથી વિરૂદ્ધ છે એમ નકકી છે.
પ્રશ્ન ૯૨૭–શાસ્ત્રોમાં સ્થાને સ્થાને– उदय'मि जा तिही सा पमाणमियरीइ कीरमाणीए ।
आणाभंगऽणवत्था- मिच्छत्तविराहण' पावे ॥ १ ॥ આ ગાથાથી સ્પષ્ટ જણાવ્યું છે કે સૂર્યોદય વખતે જે તિથિ હેય તેજ પ્રમાણ ગણવી અને બીજી તિથિ પ્રમાણુ ગણનારો મિથ્યાત્વ, અનવરથા, વિરાધનાની સાથે આજ્ઞાભંગને પામે. આવું સ્પષ્ટ વચન છે તે પછી પુનમ–અમાવાસ્યાના ક્ષયે અને વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરતાં વગર ઉદયની ચઉદશ તેરશે કરાય અને ઉદયવાળી ચઉદશ છતાં તે દિવસે