________________
સમાધાન
૧૧૭ સમાધાન–શ્રીઅભયદેવસૂરિ વિગેરે મહાપુરૂષે શ્રમણમહાત્મા દશ પ્રકારનો ધર્મ જણાવતાં “વિજ્ઞમને જ્ઞસાધુતા' એમ ત્યાગ-ધર્મનું લક્ષણ જણાવે છે, તેથી જે સાધુ નવા આવતા સાધુને વસતિઆદિનું નિમંત્રણ ન કરે તે સાધુને સાધુધર્મમાંજ હરકત થાય. વળી શ્રીઓઘનિર્યુક્તિઆદિના હિસાબે પાસસ્થા અને યથાઈ પણ વસતિની નિમંત્રણાથી ચૂકતા નહતા એમ સ્પષ્ટ જણાય છે. જો કે શાસ્ત્રકારેએ પાસત્યાદિને અવગ્રહ ગણ્યો અને મા જ નથી. એ વાત પાસત્યાદિનું ક્ષેત્ર નાનું હોય અને સંગિયોને બહાર નિર્વાહ થતો હોય તે પાસસ્થાના ક્ષેત્રમાં ન જવું એમ શ્રીઅભયદેવસૂરિજી ૧૨ મા સમવાયમાં જણાવે છે એ ઉપરથી એ પણ સમજાશે કે શ્રીવર્ધમાનસૂરિજી વિગેરે નિલ્સવિરહારિરિતા શ્રીવર્ધમાનાભિધાન” આવા આવા શ્રીઅભયદેવસૂરિ મહારાજ આદિના વાક્યોથી વસતિવાસીજ હતા, છતાં પ્રાટણને ન પ્રેર્યું અને શ્રીજિનેશ્વરસૂરિજી વિગેરે એ કેમ પ્રેર્યું અને પુરોહિતની વિનંતિથી રાજા દુર્લભે કરેલા આગ્રહથી ચૈત્યવાસીયોએ શ્રીજિનેશ્વરસરિજીને કેમ સ્થાન આપ્યું એ બધું પણ સ્પષ્ટપણે સમજાશે.
પ્રશ્ન ૯૩૮-ખરતર શ્રીઅભયદેવસૂરિજીને માને છે છતાં તેઓ પહેલે દિવસે માત્ર અભક્તાર્થ કે ચતુર્થભક્તનુંજ પચ્ચખાણ માને છે, અને છઠ્ઠ “અમઆદિનાં પચ્ચકખાણ સાથે પહેલે દિવસે કરવામાં માનતા નથી તે શ્રીઅભયદેવસૂરિજી સાથે પચ્ચક્ખાણ માને છે કે કેમ ?
સમાધાન-ભગવતીજીની ટીકામાં ચતુર્થપર્યત ભક્તોને ત્યાગ તે ચતુર્થભક્ત, એવી રીતે છઠ્ઠા આદિ ભક્ત પર્યતન ત્યાગ તે છ અઠ્ઠમ વિગેરે જાણવા એમ સ્પષ્ટપણે જણાવેલ છે. વળી સમવાયાંગમાં પ્રતિમાના અબ્રિકારમાં “અષ્ટમપર્યન્તરnત્રો” એમ જે જણાવે છે તે જે અષ્ટમભક્તની એકલી ત્રીજી રાત્રિ હોત તો લખત નહિ, માટે શ્રીઅભદેવસૂરિજી તે પરંપરાથી આવતા ચોત્રીશભક્ત સુધીનાં સાથે પચ્ચક્ખાણ માનતા હતા જ. વળી ભગવતીજીની ટીકામ કોટિસહિતમાં