________________
સમાધાન
૧૦૭
અપેક્ષાએ છે, એટલે હંમેશાં સૂર્યોદયના ફરસાલી જ બીજઆદિ તિથિ લેવી પણ બેસતી, પ્રતિક્રમણ વખતની કે આથમતી ન લેવી. એ ગાથામાં જેઓ હંમેશાં બેસતી આદિ તિથિને માનવાવાળા છે તેઓને આજ્ઞાભંગાદિ દેની આપત્તિ આપી છે. એટલે ક્ષયની વખતે પૂર્વતિથિ કરનાર કંઈ બેસતી આદિની માન્યતાથી પડવા આદિને દિવસે બીજઆદિ કરતા નથી. પરંતુ મહિનામાં બાર તિથિની આરાધના કરવી એ નિયમિત છે, અને તેથી પડવાદિને દિવસે બીજઆદિ માની આરાધના કરે છે આટલા માટેજ શ્રીઉમાસ્વાતિજીનો પ્રૉષ જણાવાય છે કે પૂર્વ તિથિઃ મર્યા અર્થાત બીજઆદિને ક્ષય હેય ત્યારે બીજઆદિને સૂર્યોદય ન હોય અને તેથી તેનાથી પહેલાની પડવા આદિ તિથિને જે સૂર્યોદય તેને જ બીજઆદિને સૂર્યોદય ગણ કેમકે તિથિ તે સૂર્યોદયને અંગે હય, માટે તે સૂર્યોદય પડવાને છે તે પણ બીજનો સુર્યોદય માની લેવો. જે નવીને પડવામાંજ બીજ કરવી કહે તેઓને પણ પડવાના સૂર્યોદયના પહેલેથી પૌષધાદિ માટે બીજઆદિ માનવી જ પડશે. અને પડવાના સૂર્યોદયથી પહેલાં બીજ માની એટલે સૂર્યોદયથી તિથિનો વ્યવહાર થાય છે માટે તે સૂર્યોદય બીજનો જ છે એમ માનવું જ પડશે અને તેથીજ પડવો બીજ ભેળાં એવું કહેવાને વખત રહેશેજ નહિ અર્થાત ક્ષયની વખત પોતાનો સૂર્યોદય નથી. તો પણ પારકા સુર્યોદયને પોતાનો સૂર્યોદય ગણીનેજ તિથિ માનવી પડશે. એમાં જે આજ્ઞાભંગઆદિ દે થાય છે એમ માનીએ તો શ્રીઉમાસ્વામિતિવાચકજીએ તે દેષો લગાડવાની આજ્ઞા કરી એમ માનવું પડે પણ શ્રીવાચકજી મહારાજે તો પર્વતિથિની આરાધનાનું અખંડિતપણું તેમ કરીને પણ રાખવા કહ્યું છે.
પ્રશ્ન ૯૨૬-બીજઆદિના ક્ષયનીવખતે પડવા આદિ તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કહેવો કે પડવો–બીજઆદિ ભેળાં કહેવાં?
સમાધાન-ટીપણામાં તો જો કે પડવાઆદિને ઉદય હોવાથી પડઆદિ તે દિવસે ગણે પણ ધર્મારાધનાવાળા તો તે વખતે પડો