________________
સાગર
મતિજ્ઞાનાદિને સદભાવ કેવલજ્ઞાનની સાથે ન હોય. વળી ભાષ્યકાર મહારાજ પણ અપ્રતિપાતી અવધિજ્ઞાનને જણાવતાં “વસ્વાન્તઃ એમ કહી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં અપ્રતિપાતી અવધિજ્ઞાન પણ ચાલ્યું જાય” એમ સ્પષ્ટ જણાવે છે. '
પ્રશ્ન ૮૮૨–શ્રીનંદીસત્રમાં “જ્યાં મતિ ત્યાં શ્રત અને જ્યાં મૃત ત્યાં મતિ હોય” એમ કહે છે, ત્યારે તવાર્થભાષ્યકાર મતિ હોય ત્યાં શ્રુતની ભજના કેમ કહે છે?
સમાધાન-શ્રીનંદીસત્રકારમહારાજ સામાન્ય શ્રુતજ્ઞાનને અંગે કહે છે અને તેથી તેના અક્ષરાદિ ભેદ કહે છે જ્યારે શ્રીવાર્થ કાર મહારાજ મોક્ષોપયોગી શ્રતને અંગે કહે છે અને તેથી અંગઆદિજ ભેદ પાડે છે.
પ્રશ્ન ૮૮૩-શ્રીગજસુકુમારજીને ક્ષત્રિયત્પન્ન (ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલી) સમા નામની બ્રાહ્મણ કન્યા, એ એક જ સ્ત્રી હતી કે બીજી કોઈ સ્ત્રી હતી ?
સમાધાન–શ્રીગજસુકુમારજીને કુમનામના રાજાની પુત્રી પ્રભાવતી નામની બીજી સ્ત્રી પણ હતી. (પ્રવજ્યાવિધાનવૃત્તિ).
પશ્ન ૮૮૪-હાલિકના જીવને ભગવાન શ્રી મહાવીર મહારાજાના જીવની સાથે સિંહ અને ત્રિપૃષ્ઠના ભાવથી સંબંધ છે કે તેની પહેલાં પણ સંબંધ ખરે ?
સમાધાન-ભગવાન મહાવીરમહારાજાને જીવ જ્યારે વિશાખભૂતિના ભવમાં હતો ત્યારે તે સિંહને (એટલે કે હાલિકને) જીવ વિશાખનંદી તરીકે (વિશાખાભૂતિના ભાઈ તરીકે) હતો. ઉદ્યાનમાં રહેવાના કારણે ત્યાં વૈરની જડ બંધાઈ અને મથુરામાં કરાયેલી હાંસી પ્રસંગે તેણે ઘણું બલવાળો થવા સાથે તેને મારવાનું ‘નિયાણું” બાંધ્યું. ભ ભમીને વિશાખનંદીને છર્વ સિંહ થયો અને વિશાખભૂતિને જીવ