________________
६४
સાગર પ્રથમાંત માનશે તો પર્વ તિથિ જે બીજઆદિ છે તેના ક્ષયે પડવાઆદિને ક્ષય માની તે પડવાઆદિને જ બીજઆદિપણે કરવાં પડશે.
પ્રશ્ન ૮૪૯-બીજઆદિના ક્ષયે એકમબીજ ભેળાં બોલવા વિગેરેમાં હરક્ત છે, પણ બીજઆદિ પર્વતિથિઓની વૃદ્ધિ હોય ત્યારે તેને બેવડી ભાની પહેલાંની બીજઆદિને ફલ્ગ બીજ, અભિવર્ધિત બીજ કે ખોખા બીજ ગણવામાં શી અડચણ?
સમાધાન-પ્રથમ વ્રતનિયમ આદિ લેનારે વ્રતનિયમ લેતાં બીજ આદિ તિથિના નામે સામાન્યરીતે પચ્ચખાણ લીધાં હશે તેને આજ બીજઆદિ છે છતાં મહારે વ્રતનિયમ પાળવાં નથી એમ કહેતાં નિયમઆદિને ભંગ થશે. માટે ફલ્યુ અભિવર્ધિત કે ખાબીજ છોડીને બીજી બીજઆદિએ મહારો નિયમ છે.” એમ કહેવું પડશે. વળી શાસ્ત્રોમાં વર્ષનું નામ તે અભિવદ્ધિત છે, રૂઢ છે પણ બીજઆદિવૃદ્ધિ પામેલી તિથિનાં “અભિવર્દિત' આદિ નામો તો માત્ર વ્યુત્પત્તિથી કલ્પિત છે. રૂઢ નથી. શાસ્ત્રકારો વળી મહિના વધે તેને પણ રૂઢીથી “અભિદ્ધિ ત” ભાસ” નથી કહેતા, પણ અધિકમાસ' કહે છે. જે જેઓ વધેલી તિથિને અભિવતિતિથિ કહેવા માંગે છે તેઓએ શાસ્ત્રકારની દષ્ટિએ અભિવર્ધિત માસ તથા અભિવર્કિંતતિથિનાં લક્ષણ ‘સૂર્ય પ્રજ્ઞપ્તિ” લોકપ્રકાશ વિગેરેમાં જેવાં કે જેથી સૂત્રથી વિરૂદ્ધ અને અસત્ય બોલવું ન થાય. શ્રીઉમાસ્વાતિજીના પ્રાષમાં “વત્તા તિથિઃ ” એવો સ્પષ્ટ ઉલ્લેખ છે પણ રચાં એમ સપ્તમી વિભક્તિના પ્રોગવાળો લેખ નથી અને તેથીજ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની અપર્વતિથિ પર્વ નિધિ તરીકે ગણાય તપાગચ્છની પરંપરા સાથે પુસ્તકોમાં પણ કઈ કઈ સ્થળે લેખ છે કે પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરે અને વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે બીજઆદિ પર્વતિથિની વૃદ્ધિએ તેની પહેલાંની પડવો આદિ અપર્વતિથિની જ વૃદ્ધિ કરાય.
પ્રશ્ન ૮૫૦-તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્ર પ્રમાણે છે કે નહિ?