________________
સાગર કરવી એ અર્થ કરનારા ખોટા છે, કેમકે તે સ્થાને ક્યાંઈ પણ ‘પૂર્વતિથી એવો સાતમી વિભક્તિના પ્રત્યયવાળે પાઠ જ નથી, અને બે તિથિને સાથે માનનારા મિશ્રતિથિ માની તિથિવિરાધનાની આયણું આપી શકશે નહિ. વળી તત્ત્વતરંગિણીનો પાઠ જે વીરશાસનમાંજ શ્રી જનકવિજયજીએ આપ્યો છે તેમાંજ ચૌદશના ક્ષયે તેરશે ચૌદશજ માનવાનું અને તેરશનું નામ પણ નહિ હોવાનું સ્પષ્ટ જણાવે છે. છતાં તિથિને ભેળી કરીને પ્રગટાવતાં પંચાગોને વીરશાસન અને જૈનપ્રવચન નથી ફેરવતા તે કેવળ તેમનું દુરાગ્રહીપણું જ છે, પણ શ્રીસંઘ તેમની તેવી સ્થિતિ કેઈ કાલથી જાણે છે તેથી ઘણે ભાગે તો ગોટાળો વળશે નહિ, અને આ વાંચવાથી સાવચેત થશે.
પ્રશ્ન ૮૫૩બીજ, પાંચમઆદિ પર્વતિથિઓનો ક્ષય હોય ત્યારે તો તવતરંગિણીઆદિના વચનથી, તેનાથી પહેલાંની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય થાય પણ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કેમ કરાય ?
સમાધાન-બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે ક્ષયવાળી તિથિની આરાધના ન ઉડે માટે તેના પહેલાંની પડવાઆદિ અપર્વ. તિથિને ક્ષય કરે પડે અને તે પડવાઆદિના દિવસે આખી બીજ માની આરાધના કરાવ, પણ જ્યારે પુનમ અને અમાવાસ્યાને ક્ષય હેય ત્યારે તે પુનમ તથા અમાવાસ્યા પહેલાંની ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તેને ઉડાડી દેવાય તો ચૌદશને અંગે સચિત્તયાગ, અબ્રહ્મત્યાગ, પૌષચ્ચાર વિગેરે તથા પાક્ષિક પણ ઉડી જાય માટે તે વખતે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાવાસ્યા કરાય છે, અને તેથીજ પુનમના ક્ષયે માત્ર તે પુનમના તપના પ્રશ્નમાં શ્રી હીરસૂરિજીએ ત્રણચતુર્વઃ એમ પ્રિવચનપ્રયોગથી ઉત્તર આપે છે. વળી તેરશે ભૂલવાના પ્રસંગે પણ પ્રતિવરાપિ” એમ કહ્યું, પણ ચતુર્દશીપ્રતિવઃ એમ દ્વિવચન પ્રયોગથી ઉત્તર આપે નથી, કારણ કે તેરશે ચૌદશ નથી કરી એટલે ચૌદશે