________________
સમાજના
થાય છે કે નહિ ? જે હિંસા થાય છે તો તેમાં પાપ લાગે છે કે નહિ ? અને જે એ હિંસામાં પાપ ન લાગે તો યજ્ઞાદિની હિંસામાં પાપ કેમ લાગે?
સમાધાન–શ્રીજિનેશ્વરમહારાજની પૂજા વિગેરેમાં સ્થાવર જીવોને વધુ થાય છે, પણ પ્રમતગ એટલે વિયકષાયાદિના લીધે થયેલ પ્રાણવધમાં હિંસા ગણાય છે. અને તેથીજ તત્વાર્થકાર મહારાજ મત બાળપવાં હિં” એમ કહી પ્રમગથી થતા પ્રાણોના નાશને હિંસા જણાવે છે. અને આજ કારણથી સાધુતે નદીઆદિ ઉતારવાની અને શ્રાવકેને ભગવાનની પૂજાદિક કરવાની શાસ્ત્રકારોએ આજ્ઞા આપેલી છે જે તે નદી ઉતારવામાં અને પૂજા કરવા વિગેરેમાં હિંસા માનીએ અને તેમાં પાપ માનીએ તો તે પછી શાસ્ત્રકારો પાપ કાર્યોને ઉપદેશ આપનારા ગણાય. પાપ નહિ થવા છતાં ભગવાનની પૂજા સાધુઓ કેમ નથી કરતા ? એ પ્રશ્ન કરવામાં આવે તો તેના ઉત્તરમાં સમજવાનું કે–તે પૂજા, સાધુપણાની પ્રાપ્તિ માટે છે, જેને માટે પૂજા છે તેની પ્રાપ્તિ તો. સાધુઓને થઈ ગઈ છે માટે નિરોગી મનુષ્ય જેમ મફતીઉં ઔષધ પણ લેવાનું હોય નહિ તેમ સાધુઓ માટે પૂજાની જરૂર નથી. વળી સાધુને સંયમની સાધના સિવાયના કૃત્યથી દ્રવ્યહિંસા કરવી એ પણ વ્યાજબી ગણાયજ નહિ, તેથી પણ ભગવાનની દ્રવ્યપૂજામાં સાધુ પ્રવર્તતા નથી. શ્રાવકોને પણ પૂજાદિ કરતાં દ્રવ્યહિંસાદિ થાય છે પણ તેનાથી કર્મ આવવાની વખતે, મોક્ષમાર્ગના સાધનની બુદ્ધિથી પૂજા કરેલી હોવાથી, પાપકર્મ લાગતાં નથી, અને વળી પૂજા કર્યા પછીના શુભભાવથી તે આરંભાદિથી થયેલ કદાચ પાપ હોય તો તે નિમૅલ નાશ પામે છે, અને પુણ્યકર્મને બંધ કરે છે. આટલું છતાં જેઓ સંસારમાં માટી, મીઠાને, કાચા પાણીને, દીવા વિગેરે અગ્નિનો અને વનસ્પતિને ઉપયોગ, પાપના ભયથી ન કરતા હોય અને એકેન્દ્રિયની દયામાં પરિણમેલા હેઈ સાધુપણની ભાવનામાં લીન હેય તે, તેવા દ્રવ્યપૂજા ન કરે એમ શાસ્ત્રકારો પણ સ્પષ્ટપણે જણાવે છે. અને તેથી જ સામાયિક અને