________________
સાગ૨
કલ્યાણકના પ્રસંગમાં જેના ભાસ કે દિનને વ્યવહાર સૂત્રકારોએ કે પંચાંગીકાએ કોલેજ નથી. ફક્ત ભગવાન શ્રી મહાવીર મહારાજના નિર્વાણના અધિકારમાંજ વર્ષ, માસ, તિથિનાં નામે જેન તિષના હિસાબે જણાવવામાં આવ્યાં છે પણ તેમાં પણ વ્યવહાર તે કાર્તિક વદ અમાવાસ્યાને નામેજ કરેલ હોવાથી વ્યવહારમાં લૌકિક ટીપણાની જ પ્રાધાન્યતા જણાવી છે.
પ્રશ્ન ૮૬૪-રામવિજયજીના નવાજતવાળાઓ સિદ્ધચક્રમાં બે ચૌદશ અને બે અમાવાસ્યા લખી છે એમ કહે છે એનું શું ?
સમાધાન-પ્રશ્ન ૭૬૧માં બે ચૌદશ અને બે અમાવાસ્યા છે એમ આગળ કરીને રામટેળીના નવા મતવાળાઓ શાસનપક્ષના જીવોને ભરમાવે છે પરંતુ તે તેઓની નાલાયકાત છે. કારણ કે શાસનપક્ષે કોઈ પણ દિવસ પર્વ આરાધનામાં બે આઠમ, બે ચૌદશ, બે પુનમ આદિ માની નથી અને મનાવી નથી. હીરપ્રશ્નમાં જે પ્રશ્ન ને ઉત્તર છે તે ટીપણામાં આવતી ચૌદશ અને અમાવાસ્યાની વૃદ્ધિની અપેક્ષાએ છે અને શ્રીસિદ્ધચક્રમાં છઠું કરવાની તિથિને અનિયમ જણાવવા માટે ટીપણાની તિથિની અપેક્ષાએ તે કહેવામાં આવેલું છે. અને તે વાત નવા મતવાલાના બધા આત્માઓ જાણે એવી સ્પષ્ટ છે છતાં માયામૃષાવાદને નેતરું દઈને સમકિતને સળગાવી દેનારની તે સ્થિતિ હોય તેમાં નવાઈ નથી. પણ શાસનપ્રેમીઓએ તેવાથી સાવચેત રહેવું.
પ્રશ્ન ૮૬૫-રાત્રિને પહેલે, બીજે, ત્રીજે અને એથે પહેરે સ્વપ્ન દેખાય તે બાર, છ, ત્રણ તથા એક ભાસે, એવા ક્રમે ફલ આપે છે. એમ કહેવાય છે, તો પછી ભગવાન મહાવીર મહારાજે જણાવેલાં હસ્તિપાલ રાજાનાં દશ સ્વપ્નનાં ફલે ચિરકાલે કેમ થયાં ?
સમાધાન-એ જણાવેલ ફલાદેશને કાલ અનિયમિત જાણવો એ ફલ પ્રાયઃ જાણવું. ફળ તે મુજબ થાય પણ વહેલું કે મોડું પણ થાય. ભગવાનની માતાને આવતાં ચૌદ સ્વપનોનું ફલ નવ માસ પહેલાં હેતું