________________
-
૭૧
સમાધાન
સમાધાન-સાધુ આદિના સ્વાધ્યાયને અંગે પણ ચોવીશ પહેર સુધી સો ડગલામાં રજવલા ન જોઈએ એમ શાસ્ત્રકારો જણાવે છે, તથા રજસ્વલા સાધ્વીને પણ ઋતુના ત્રણ દિવસ સ્વાધ્યાય વવાનું જણાવે છે. આથી રજસ્વલા સ્ત્રીનું અશુચિપણું સ્પષ્ટ છે, તેથી અશૌચથી દૂર રહેવું ઉચિત છે. સમુચિત છે. વહાણ, પાપડ, તેમજ આંખ આવી હોય ત્યારે તે તમામ ઉપર છાયા પડવા વિગેરેથી થતું નુકશાન સ્પષ્ટપણે જાણનારો મનુષ્ય રજસ્વલાને અસ્પૃશ્ય કેમ ન ગણે?
પ્રશ્ન ૮૬૨-ટીપણામાં આરાધવા લાયક પર્વ તિથિને ક્ષય આવે છે, પણ જૈન જ્યોતિષની ગણતરીએ પર્વ તિથિને ક્ષય આવે કે નહિ?
સમાધાન-શ્રીસૂર્યપ્રાપ્તિ, તિષ્કરણ્ડક, શ્રીસ્થાનાંગસૂત્ર અને લે પ્રકાશ આદિ શાસ્ત્રોમાં ભાદરવા વિગેરેમાં અવમાત્ર જણાવી એકમથી માંડીને બધી તિથિઓને ક્ષય જણાવેલ છે, તેથી એકલા લૌકિક ટીપણમાં જ તિથિઓને ક્ષય આવે છે એમ નહિ પણ જેન તિષને હિસાબે પણ પંદર તિથિઓમાંથી કઈ પણ તિથિને ક્ષય હેય એમ માનવું જ જોઈએ. એમ તે ખરૂં છે કે-જેવી રીતે લૌકિક ટિપણામાં કઈ પણ વખતે કોઈ પણ તિથિ ક્ષય થાય છે તેમ જૈન જ્યોતિષમાં અનિયમિતપણે તિથિઓને ક્ષય થતો નહતો, પરંતુ અમુક મહિને અમુક તિથિને જ ક્ષય થાય એમ નિયમિત હતું, અને કર્મમાસમાં તિથિ કે પર્વતિથિ એક્ટની વૃદ્ધિ થાય નહિ.
પ્રશ્ન ૮૬૩-જૈન ટીપણાના અભાવે લૌકિક ટીપણના આધારે તિથિઓ અત્યારે મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ?
સમાધાન–પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે “હમણાં જૈન ટીપણું નથી, એ ઉપરથી કેટલાકે એમ કહે છે કે-પહેલાં જૈન ટીપણું પ્રવત તુ હતું, પણ મૂળ સૂત્રોમાં આષાઢ આદિ મહિના અને તિથિઓને વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય. કોઈ પણ ચરિત્રમાં કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ