________________
૭૪
સાગર
ન હોય, પણ સમ્યકત્વને અને ચારિત્રને ઉપયોગ જ્ઞાન સાથે થશે ત્યારે અનેક ઉપયોગ થશે તેનું કેમ ?
સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-જીવના સ્વભાવરૂપ ઉપગના સાકાર અને નિરાકાર એવા બે અને મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ આઠ અને ચાર એમ બાર અનુક્રમે ભેદ અને પ્રભેદે છે, એટલે સમ્યકત્વ અને ચારિત્ર એ નથી તે ઉપયોગના ભેદ નથી તે પ્રભેદો, પણ તત્વશ્રદ્ધાના કારણભૂત આત્માધ્યવસાય કે પાપની પ્રવૃત્તિને પાપપ્રવૃત્તિ તરીકે મનાવનાર તથા પરિણતિને રોકવાવાળા પરિણામયુક્ત આત્માધ્યવસાયવાળા અને વિશિષ્ટ એવો મતિજ્ઞાનાદિકનો એક જ ઉપયોગ જીવને હોય છે.
પ્રશ્ન ૮૬૦-જેમ સમ્યગ્દષ્ટિના પરિગ્રહથી મત્યાદિજ્ઞાનનું સમ્યફપણું કહેવાય છે તેમ ચક્ષુઆદિદર્શનનું સમ્યફપણું કેમ નથી કહેવાતું ?
સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-દર્શન એ નિરાકાર કે અવ્યક્ત સ્વરૂપ છે અને તેથી તેમાં સમ્યક્ત્વ કે મિથ્યાત્વના પરિગ્રહથી વિશિષ્ટતા ન આવે કેમકે પોતેજ નિર્વિશેષ છે, અને તેથી ચક્ષુઆદિ દર્શનેને સમ્ય કે અસમગૂ એવો વિભાગ ન હોય. તત્કાલ ગર્ભમાં આવેલા જીવના શરીરમાં સ્ત્રી કે પુરૂષપદનાં ચિહ્નો નથી હોતાં પણ તે અંગોપાંગની સ્પષ્ટતામાં જ થાય છે.
પ્રશ્ન ૮૦–એક ઉપવાસને અંગે તે શ્રીતપાગચ્છવાળાઓ અને ખરતરગચ્છવાળાઓને પચ્ચખાણમાં ફરક નથી, અર્થાત બંને એક સરખી માન્યતા ધરાવે છે પણ તપાગચ્છવાળાઓ છ અઠ્ઠમઆદિ કરવાં હોય ત્યારે પહેલે દિવસે છ અઠ્ઠમઆદિનાં પચ્ચખાણ લે છે અને ખતરગચ્છવાળાઓ હમેશાં એક એક ઉપવાસનાં પચ્ચખાણ લે છે, અને તેમાં બીજે દિવસે છઠ્ઠ, ત્રીજે દિવસે અટ્ટમ, ચોથે દિવસે દશમ વિગેરે રીતે ગણે છે, તે શાસ્ત્રાનુસારી શું સમજવું ?