________________
૭૯
સમાધાન
પ્રશ્ન ૮૭૬–દેવ અને નારકીના ભવને અંગેજ જે અવધિ કે વિભંગ થાય છે તો પછી અસંસી તિર્યો જ્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા આયુષ્યવાળા નારકી કે દેવ થાય છે ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં અવધિ કે વિભંગ, એકકેય કેમ નથી હેતુ? અને જો દેવ કે નરકમાં ઉત્પન્ન થઈ પર્યાપ્ત થયા પછી ભવ લઈએ તો શું સમ્યગ્દષ્ટિ કે નારકીઓને અપર્યાપ્તપણામાં બે જ્ઞાનવાળા માનવા?
સમાધાન–સંમૂરિઝમ માત્ર ભવનપતિ અને વ્યંતરમાં તથા પ્રથમ નરકમાં જ જાય છે, માટે અલ્પ ગણી અવિવેક્ષા હોય અથવા સંસીની અપેક્ષાઓ જ વ્યુત્પત્તિ કરી હોય. શ્રીમલયગિરિમહારાજા પ્રજ્ઞાપનામાં એફખું જણાવે છે કે સમ્યગ્દષ્ટિને મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પુરૂં થાય કે તેના અનંતર સમયેજ દેવ કે નરકમાં જનારને ત્રણેય જ્ઞાન હેય છે. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિની મુખ્યતાએ ભવપ્રત્યય એવો વ્યપદેશ હોય. અસંસી છ કાલ વખતે સમ્યગ્દષ્ટિ ન જ હોય.
પ્રશ્ન ૮૭૭-શ્રીભગવતીજી અને પ્રજ્ઞાપનાદિમાં શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનના પર્યાયે, “અનભિલાય પર્યાયોને પણ મતિજ્ઞાન જાણે એમ કહી વધારે જણાવ્યા છે ત્યારે તસ્વાર્થકાર તે મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને મહાવિષયવાળું કહે છે તો શું સમજવું ?
સમાધાનતત્વાર્થકાર મહારાજા મોક્ષમાર્ગના ઉદ્દેશથી જ્ઞાનનો અધિકાર મુખ્યપણે લેતા હોવાથી તે લકત્તર શ્રતને શ્રુત તરીકે જણાવે છે (લે છે, અને તેથી જ શ્રુતના અંગપ્રવિષ્ટાદિક વિભાગે કરે છે, અને મતિજ્ઞાન તરીકે માત્ર વર્તમાન વિષયને જણાવનાર ઇકિય અને મનનાજ જ્ઞાનને લે છે અને તે પણ પરિણામિક રૂપવાળું લે છે, તેથી ત્રિકાલના પદાર્થો ઓધા દેશે સર્વદ્રવ્ય સર્વભાવ તે સર્વાના વચનથી જણાય છે એમ ગણુને શ્રુતને તેઓ મહાવિષય ગણે છે ઉપદેશથી કે તેના અનુસાર થતા જ્ઞાનને મતિજ્ઞાન ન ગયુતાં મૃત ગણીને તેને મહાવિષય ગણે છે.